છત્તીસગઢ- તેલંગાણા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 6 નક્સલવાદી ઠાર:તેમાં બે મહિલાઓ પણ સામેલ, મૃતદેહો અને હથિયારો જપ્ત કર્યા; 2 દિવસ પહેલા પણ 9 નક્સલવાદીને ઢાળી દીધા હતા - At This Time

છત્તીસગઢ- તેલંગાણા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 6 નક્સલવાદી ઠાર:તેમાં બે મહિલાઓ પણ સામેલ, મૃતદેહો અને હથિયારો જપ્ત કર્યા; 2 દિવસ પહેલા પણ 9 નક્સલવાદીને ઢાળી દીધા હતા


​​​​​છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળોએ 6 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે મહિલાઓનો પણ સામેલ છે. જવાનોએ શસ્ત્રો અને મૃતદેહો કબજે કર્યા છે. બે જવાનોને પણ ગોળી વાગી છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેલંગાણાની ગ્રેહાઉન્ડ પોલીસને કોટ્ટાગુડેમ જિલ્લાના ગુંડાલા-કરકાગુડેમ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળી હતી. તેના આધારે એક દિવસ પહેલા જ સર્ચ ઓપરેશન માટે ફોર્સ મોકલવામાં આવી હતી. બે દિવસમાં આ બીજો મોટો હુમલો છે. અગાઉ 3 સપ્ટેમ્બરે દંતેવાડા-બીજાપુર બોર્ડર પર 9 નક્સલવાદીઓ માર્યા ગયા હતા, હવે તેલંગાણા બોર્ડર પર 6 નક્સલી માર્યા ગયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એક DVCM અને ACM જવાનો આજે સવારે જ નક્સલવાદીઓના ઠેકાણા પર પહોંચી ગયા હતા. જ્યાં તેમની સાથે એન્કાઉન્ટર થયું હતું. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. જવાનોએ 6 મૃતદેહો બહાર કાઢ્યા છે માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એક DVCM (ડિવિઝનલ કમિટી મેમ્બર), એક ACM (એરિયા કમિટી મેમ્બર) અને 4 પાર્ટી મેમ્બરનો સમાવેશ થાય છે. જેમાંથી 2 નક્સલવાદી બસ્તરના સુકમા અને બીજાપુર જિલ્લાના રહેવાસી છે. ઠાર કરાયેલા તમામ નક્સલવાદીઓ પર કુલ 59 લાખ રૂપિયાનું ઈનામ હતું
3 સપ્ટેમ્બરના રોજ, દંતેવાડા જિલ્લામાં બૈલાદિલા પહાડીઓની નીચે આવેલા ગામોના જંગલોમાં એન્કાઉન્ટર થયું હતું. જવાનોએ તેલંગાણાના રહેવાસી DKSZC રણધીર સહિત 9 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. રણધીર પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓ છે જેની પર કુલ 59 લાખ રૂપિયાનું ઈનામ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.