ભણતર સાથે રમતને જોડીને શિક્ષણના અનોખા અભિગમને અનુસરતા બરવાળાની ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષકઅમૃતભાઈ સલાટ
બાળકો દેશના ભાગ્યવિધાતા છે અને તેમનું શ્રેષ્ઠ ઘડતર થઈ શકે તે માટે હું મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક અમૃતભાઈ સલાટ ભીમનાથ પ્રાથમિક શાળાના અનેક વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યા છે શિક્ષણ એ દરેક મનુષ્યના જીવનનો પાયો છે નાનપણથી જ બાળકોને ભણાવવામાં આવતા વિવિધ પાઠોમાં જો થોડી ગમ્મત, કલાત્મકતા અને રમતો ઉમેરાઈ જાય તો બાળકોનો ભણતર પ્રત્યોનો ઉત્સાહ બમણો થઈ જાય અને બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. આ જ વિચાર સાથે વર્ષ 2017થી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ પ્રાથમિક શાળા ખાતે બાળકોને ભણાવતા શિક્ષક શ્રી અમૃતભાઈ સલાટ ઉમદા કામગીરી કરી રહ્યા છે. તો શિક્ષક દિવસ નિમિત્તે આવો મળીએ ભણતર સાથે રમતને જોડીને શિક્ષણના અનોખા અભિગમને અનુસરતા અમૃતભાઈ સલાટને..
શિક્ષક શ્રી અમૃતભાઈ સલાટે જણાવ્યું હતું કે, “ભીમનાથ પ્રાથમિક શાળામાં આવ્યા પછી વિદ્યાર્થીઓને રમત-ગમત દ્વારા શિક્ષણ પર વિશેષ પ્રાધાન્ય આપવા પ્રેરિત કરવામાં આવે છે. બાળકોનો સર્વાંગી વિકાસ રમતો અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા થાય છે. તેથી રમતોને શિક્ષણ સાથે સાંકળીને બાળકોને અત્યારના આ મોબાઈલના વળગણથી દૂર રાખવા માટેનો એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રમતો દ્વારા બાળકોને શિક્ષણ આપવાનું ચાલુ કર્યુ હતું. ત્યારથી ભીમનાથ પ્રાથમિક શાળાનુ નામ છેલ્લા 5 ખેલ મહાકુંભ દરમિયાન તાલુકા કક્ષાએ અગ્રીમ 3માં છે. તેમજ 75,000 જેટલુ રોકડ ઈનામ ભીમનાથ પ્રાથમિક શાળાને પ્રાપ્ત થયું હતું ”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “મારૂં ચાલને રમીએ" ઈનોવેશન રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યુ હતું આ ઉપરાંત રીસર્ચ પેપર, ક્રિયાત્મક સંશોધન અને યોગ સહિતની પ્રવૃત્તિઓમા તેઓ કાર્ય કરે છે બાળકોનુ મગજ વિવિધ પ્રવૃત્તિઓમાં ક્રિએટીવ બને, કોઈ એક ક્ષેત્રમાં સિમિત ન રહી જાય તે માટે નવિનતમ ટીએલએમ નીરમા અને રમતો દ્વારા બાળકોને શિક્ષણ આપવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેમજ બાળકોના સર્વાંગી અને નૈતિક વિકાસ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે બાળકો એ દેશના ભાગ્યવિધાતા છે અને બાળકોનું શ્રેષ્ઠ ઘડતર થઈ શકે તે માટે શિક્ષક અમૃતભાઈ સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે શાળામાં સારી કામગીરી બદલ બોટાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળવા જઈ રહ્યો છે આ પુરસ્કાર મળવાથી તેમણે વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, ભીમનાથ ગ્રામજનો, ડીઓ કચેરી, જિલ્લા વહીવટી તંત્ર સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો ભીમનાથ પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની વાવડીયા દ્રષ્ટિએ જણાવ્યું હતું કે, “અમારા શિક્ષકશ્રી અમને ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે સમગ્ર તાલુકામાં અમારી શાળાનું નામ રમત-ગમતમાં ટોપ 3માં છે અમારા શિક્ષક અમને દેશ-દુનિયાનું જ્ઞાન આપે છે સૌથી સરળ પદ્ધત્તિમાં રમતા રમતા શીખવાડવાની પદ્ધત્તિથી અમને ભણવામાં ખૂબ આનંદ આવે છે આ ઉપરાંત ચેસની રમતમાં મને જિલ્લા કક્ષા સુધી રમવાનો મોકો પણ મળ્યો છે અમને શાળામાં પુસ્તકના જ્ઞાન સાથે સાથે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા અને જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા સુધી રમત રમી શકીએ તેવી રીતે અભ્યાસ કરાવવામાં આવે છે વિદ્યાર્થિની વિધી ચૌહાણે ઉત્સાહપૂર્વક પોતાનો અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શ્રી ભીમનાથ શાળામાં રમત ક્ષેત્રે બાળકો આગળ વધે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવે છે. ચેસ, ફુટબોલ, વોલીબોલ સહિતની અનેક રમતો દ્વારા અમારા શિક્ષક અમને ખેલમહાકુંભની તૈયારી કરાવે છે દોડ અને ચેસમાં ભાગ લઈને મને રાજ્ય કક્ષા સુધી રમવાનો મોકો મળ્યો છે જે મારા અને મારી શાળા માટે ગૌરવની વાત છે આથી હું શાળા અને શિક્ષકઓનો આભાર વ્યક્ત કરૂ છું ભીમનાથ પ્રાથમિક શાળામાં 5માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જ્હાન્વી ચાવડા જણાવે છે કે, “બાળકોમાં બહુવિધ પ્રતિભા આવે, માત્ર પુસ્તકના જ્ઞાન પુરતા સિમિત ન રહે અને આધુનિક યુગમાં વધતી ટેક્નોલોજીના પણ જાણકાર બને તેવા ઉમદા પ્રયાસોથી અમારી શાળામાં અભ્યાસ કરાવવામાં આવે છે વિવિધ વિષયોના અભ્યાસની સાથે અમને રમત ગમત પર વિશેષ ધ્યાન આપવા પ્રેરિત કરવામાં આવે છે ત્યારે ખેલ મહાકુંભમાં રમત-ગમતમાં ભાગ લઈને મને રાજ્ય કક્ષા સુધી જવાનો મોકો મળ્યો છે જેથી હુ શાળા પરિવાર અને શિક્ષકઓનો આભાર વ્યક્ત કરૂ છું.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.