મેંદરડા પી.જી.વી.સી.એલ કચેરીના નાયબ ઇજનેર ની પ્રસંસનિય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું
મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું
સતત ચાલુ વરસાદ વચ્ચે ૨૪ કલાક વીજ પુરવઠો ખોરવાઈ નહીં તેની તકેદારી રાખવામાં આવેલ હતી
મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર સી.બી.ચરડવા અને વિશાલ ભાઈ ત્રિવેદી નું સન્માન કરવામાં આવેલ હતું જેમાં ખાસ કરીને થોડા દિવસ પહેલા ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો ત્યારે જી.ઈ.બીના સ્ટાફ દ્વારા મેંદરડા શહેર અને આજુબાજુ ના વિસ્તારોમાં સતત ૨૪ કલાક કર્મચારી ઓ ખડેપગે રહી અને લોકો હેરાનગતિ કે પરેશાની ન થાય તેના માટે વીજ પુરવઠો ચાલુ રહે જેની તકેદારી પીજીવીસીએલ કચેરી અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી
નાયબ ઇજનેર સી.બી. ચરવડા ના નેતૃત્વ હેઠળ મેંદરડા ના તમામ વિસ્તારોમાં નિયમિત વીજ પુરવઠો ૨૪/૭ સાતત્ય પૂર્ણ મળી રહે તેવી ઉમદા કામગીરી કરવામાં આવેલ હતી અને જ્યાં જ્યાં ફોલ્ટ સર્જાયા ત્યારે તાત્કાલિક રીપેરીંગ કરી પુરવઠો શરૂ કરવામાં આવેલ હતો
જેના અનુસંધાને મેંદરડા ભારતીય જનતા પાર્ટી ના તાલુકા પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, મહામંત્રી દિલીપભાઈ સોંદરવા, જિલ્લા પ્રમુખ પ્રતિનિધિ મહેશભાઈ અપારનાથી, આઈ.ટી સેલ કન્વીનર અને પત્રકાર કમલેશ ભાઈ મહેતા, ભુરાભાઈ ભરવાડ, મિલનભાઈ સાવલિયા વગેરે આગેવાનો દ્વારા નાયબ ઇજનેર સી.બી ચરવડા અને જીઈબીના વિશાલભાઈ ત્રિવેદી નુ સન્માન કરવામાં આવેલ હતું આ તકે કચેરી સ્ટાફ ઉપસ્થિત રહયો હતો
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.