રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રમુખ અનિલભાઈ દાફડાના સરાહનીય કાર્યને કારણે પીથાભાઈ મારવાડીની ચાલીના લોકો ખુશ - At This Time

રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રમુખ અનિલભાઈ દાફડાના સરાહનીય કાર્યને કારણે પીથાભાઈ મારવાડીની ચાલીના લોકો ખુશ


અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી પીથાભાઈ મારવાડી નામની ચાલીમાં રહેતા 137 પરિવારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તેમના મકાનો સ્વેચ્છાએ ખાલી કરવા અને સ્થળાંતર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી.આમ અચાનક મકાનો સ્વેચ્છાએ ખાલી કરી સ્થાળાંતર કરવાની નોટીસ થી ચાલીમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.ચાલીમાં રહેતા તમામ રહેવાસીઓ ચિંતીત બન્યા હતા અને આવેલ સમસ્યાનું સમાધાન શોધવા પ્રયત્ન કરવા લાગ્યા હતા. તંત્ર દ્વારા નોટિસ આપી ત્યાં રહેતા રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસે રૂબરૂ મુલાકાત લેવા માટે બોલાવવામાં આવ્યા હતા,જેથી ચાલીમાં રહેતા કેટલાક લોકો નોટીસમાં આપેલ સમયે કોર્પોરેશન ઓફીસે ગયા હતા.જયાં તેમને એક પેપર પર હસ્તાક્ષર કરવા જણાવ્યું હતું. કોર્પોરેશન ઓફિસે ચાલીમાં રહેતા રહીશોને જે પેપરમાં હસ્તાક્ષર કરવા જણાવ્યું હતું તેમાં સ્વેચ્છાએ મકાનો ખાલી કરી સ્થાળાંતર કરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ બાબત કોર્પોરેશન મળવા પહોંચેલા ચાલીના લોકોનાં ધ્યાનમાં આવતા તેઓએ હસ્તાક્ષર કરવા માટે મનાઈ ફરમાવી દીધી હતી.

તે દરમિયાન આ ચાલીની ઘટના વિશેની માહિતી એટ ધીસ ટાઈમ ન્યુઝ નાં બ્યુરો ચીફ ને થઈ અને આ બાબતની વધુ માહિતી જાણવા માટે ચાલીમાં રહેતા લોકોની મુલાકાત લીધી હતી.જયાં ચાલીમાં રહેતા ભરતભાઈ ચાવડા નામના અગ્રણી નો સંપર્ક થયો હતો અને તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

ચાલીમાં રહેતા ભરતભાઈ ચાવડા અને તેમની સાથે આવેલા કેટલાક આગેવાનોએ જણાવ્યું હતું કે અમે ચાલીમાં જે જમીન પર રહીએ છીએ એટલે કે જે જમીન પર અમારા મકાનો બન્યા છે તેના માલિકો હયાત છે તો તંત્ર કેવી રીતે દબાણ કરી શકે,અમને મકાનો ખાલી કરવા માટે? તંત્ર સાથે સંકળાયેલા લોકોની લાગણી મરી પરવારી છે, તેથી તેઓને એક મકાન અને ઘર વચ્ચે નો તફાવત ખબર નથી, ચાલીમાં રહેતા તમામ રહેવાસીઓએ નિસાસા સાથે કહ્યું કે અમે વર્ષોથી એક જ ચાલીમાં રહીએ છીએ, અમારી લાગણીઓ અમારી ચાલી સાથે જોડાયેલી છે અને અમે આ મકાનો ને અમારા ઘર બનાવ્યા છે.આ અમારી ત્રીજી પેઢી છે.આગળ વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમે તંત્ર સામે લડત આપવા પણ તૈયાર છીએ પરંતુ આ જગ્યા છોડી અમે જવા તૈયાર નથી.

ભરતભાઈ ચાવડાએ એટ ધીસ ટાઈમ ન્યુઝ નાં બ્યુરો ચીફ પાસે તંત્ર સામે લડત આપવા કોઇનો સંપર્ક કરી આપવા જણાવેલ જેથી તેઓએ રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રમુખ અનિલભાઈ દાફડા નો સંપર્ક કરવા જણાવ્યું હતું. રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રમુખ અનિલભાઈ દાફડા એક નિડર અને કાયદેસરની લડત આપવામાં નિપુણ સામાજીક કાર્યકર્તા છે.

આ ઘટનાની જાણકારી સામાજિક કાર્યકર અનિલભાઈ દાફડા ને મળતાં જ તેઓએ ચાલીને તંત્ર દ્વારા આપવામાં નોટીસ નો જવાબ કાયદાકીય રીતે આપવા માટે હાઈકોર્ટનાં ઉચ્ચ કક્ષાના વકીલનો સંપર્ક કર્યો હતો. રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રમુખ અનિલભાઈ દાફડા દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાએ સફળતાની પહેલી સીડી પાર કરી લીધી હતી. હાઈકોર્ટે ચાલીમાં રહેતા વકીલની દલીલ પર ધ્યાન કેન્દ્રિત કરતાં એક મહિના માટે સ્ટે ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ ચાલીમાં રહેતા લોકોએ રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રમુખ અનિલભાઈ દાફડા સાથે વકીલનો અને એટ ધીસ ન્યુઝ નાં બ્યુરો ચીફ આભાર વ્યક્ત કર્યો હતો.વકીલ દ્વારા ચાલીમાં રહેતા લોકોની રૂબરૂ મુલાકાત દરમિયાન આશ્વાસન આપવામાં આવ્યું હતું કે મારાથી બનતી તમામ કોશિશો કરીશ કે તમે આ જગ્યા પર જ રહો બાકી બધુ ઉપરવાળો છોડી દો,આવા શબ્દો કહી ચિંતીત ચાલીના લોકોને ચિંતા મુક્ત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તસ્વીર અને વીડિયોમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.