સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું* - At This Time

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું*


*શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું*
*વેરાવળ નગરની ૧૦ શાળાઓના ૮૫ સ્પર્ધકોએ ભાગ લીધો*
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા તારીખ ૧૬ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તાહોત્સવ નું ઉદ્ઘાટન ૧૬ તારીખે થયેલું અને સમાપન ૨૨ તારીખે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલસચિવશ્રી પ્રો. લલિત કુમાર પટેલ, પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા, સંસ્કૃત સપ્તાહના સંયોજક પ્રતિનિધિ ડો. ડી. એમ. મોકરીયા તથા પ્રોગ્રામ ઓફિસર ડો. જાનકીશરણ આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમનાં આરંભે દીપપ્રજ્વાલન અને મંગલાચરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સપ્તાહોત્સવ અંતર્ગત યુનિવર્સિટીના છાત્રો માટે વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી હતી જેના વિજેતાઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.
આ તકે કુલસચિવશ્રી પ્રો લલિત કુમાર પટેલ દ્વારા સંસ્કૃત સપ્તાહોત્સવના સફળ આયોજન બદલ આનંદ વ્યક્ત કરી, વિજેતાઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સપ્તાહોત્સવ અંતર્ગત વેરાવળ નગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ નગરની કુલ ૧૦ શાળાઓના ૮૫ છાત્રોએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.