ઇતિહાસ હંમેશાં વિજેતાઓને જ યાદ રાખે છે. નિર્માલ્ય પ્રજા તો રેશનકાર્ડમાં નોંધાતી હોય છે
કોઈ પણ રાષ્ટ્રનું સાર્વભોમત્વ, તેની અખંડિતતા, તેનું સામર્થ્યવાન સામરાજ્ય તે રાષ્ટ્ર ની જન માનસિકતા પર નિર્ભર હોય છે. કારણ કે રાષ્ટ્રની પ્રજા ખુમારી અને ખમીરવંતી હોય. તેની રાષ્ટ્ર ભક્તિ સર્વોપરી હોય એ રાષ્ટ્ર હંમેશાં નિર્ભિક રીતે પોતાના રાષ્ટ્રીય અસ્તિત્વ ને સમગ્ર વિશ્વમાં ગૌરવ સાથે સ્થાપિત કરતું હોય છે.
આના થી ઉલટું જે રાષ્ટ્ર ની પ્રજા માટે રાષ્ટ્ર ની અસ્મિતા છેલ્લા સ્થાને હોય, પોતાના ધર્મના વાડામાં એકબીજા ને સામે સામા ઢીકે ચડાવતા હોય, પોતાની રાષ્ટ્રીય ઓળખ વેચી ને પોતાની જ્ઞાતિ - જાતિ ની અંદર ખદબદતા હોય અને જે પોતાનો વ્યક્તિગત સ્વાર્થ જ કેન્દ્ર સ્થાને હોય..! આવી પ્રજા ક્યારેય જાગતી નથી.કારણ કે તે ઇતિહાસ માંથી કશું જ શીખતી નથી. એ પોતાની સંસ્કૃતિ , પોતાના અમૂલ્ય વારસા ને જાણવાની જરા પણ દરકાર નથી.કરતી.*આવી પ્રજા હંમેશાં ગુલામી નીચે જીવવા અને કોઈ આંક્રાતા પગ નીચે કચડાઇ ને કમોતે મરવા ટેવાયેલી હોય છે. કારણ કે ગુલામો ક્યારેય અધિપતિ નથી બની શકતા. અને દુર્ભાગ્યની વાત તો એ છે. કે આવી નિર્માલ્ય ગુલામી માટે સર્જાયેલી નપુંસક પ્રજા... પોતાની જાતને મહાન સહિષ્ણ, માનવતા વાદી દયા અને કરુણા ધર્મનું પાલન કરતી પ્રજા ગણાવે છે. વાસ્તવ માં આ પ્રજા પોતાની નામર્દાનગી ની વાત ઉપર રૂપાળાં શબ્દો નો ઉપયોગ કરી ઢાંક પીછોડો કરે છે.
ભારતના 78 માં સ્વાતંત્ર દિવસે મારે આપને ખમીરવંતી જાપાનીઝ સમુરાઇ પ્રજાની વાત કરવી છે.
જાપાનમાં સમુરાઇ યોદ્ધાની એક વિશિષ્ટ જાતિ હતી.જે બુશિદો ( Bushido ) આ જાતિની એક ખાસિયત હતી. કે એ પોતાના રાષ્ટ્રના રક્ષણ માટે યુદ્ધમાં ઉતરે ત્યારે રાષ્ટ્રને પ્રાધાન્ય આપી વચ્ચે ધર્મ ,જાતિ, ગમે તેવા અવરોધો આવે. તો આ તમામ અવરોધોને પોતાના યુદ્ધના માર્ગમાંથી નેસ્ત નાબૂદ કરી દે છે.
જાપાન સાથે જોડાયેલી રાષ્ટ્રીયતાથી છલો છલ એક ઉત્તમ રાષ્ટ્ર ભક્તિથી તરબોળ દંત કથા સાંભળતા જ આપણું વીરત્વ પ્રચંડ શક્તિનો અનુભવ કરે. એવી કથા આજના દિવસે દરેક રાષ્ટ્રીય પ્રેમી માટે રાષ્ટ્ર મંત્ર બની રહેશે.
એક દિવસ જાપાન શાળાના વર્ગખંડમાં બીજા દેશનું પ્રતિનિધિ મંડળ ગયું. જે જાપાનની પ્રગતિ અને વિકાસનું રહસ્ય જાણવા માગતું હતું. આમેય *કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય તેના વર્ગખંડમાં ઘડાતું હોય છે. એટલી કદાચ વિદેશી પ્રતિનિધિ મંડળ શાળાના વર્ગખંડમાં ગયું. અને જાપાનીઝ બાળકોની રાષ્ટ્ર ભક્તિને ચકાસવા માટે.... વર્ગના તમામ બાળકોને પહેલા પ્રતિનિધિએ એક પ્રશ્ન મૌખિક પૂછ્યો. જેનો જવાબ દરેક બાળકોએ પોતાને આપેલી ચિઠ્ઠીમાં લખવાનો હતો. પેલું વિદેશી પ્રતિનિધિ મંડળ જાપાની જ બાળકોને પ્રશ્ન કરે છે." કે તમે થોડી વાર એવું માની લો...કે કે તમારા જાપાન ઉપર દુશ્મનો હુમલો કરે છે. અને એ દુશ્મન સૈનિક બોલવા સેનાપતિ તમારા જ એક ઇસ્ટ ભગવાન હોય તો તમે શું કરો..?" થોડીવારમાં વર્ગખંડ ની અંદર બેઠેલા તમામ બાળકોએ પોતાની ચિઠ્ઠીમાં આવનાર વિદેશી પ્રતિનિધિ મંડળના પ્રશ્નનો જવાબ લખ્યો. પહેલું પ્રતિનિધિ મંડળ બાળકોની તમામ ચિઠ્ઠીઓ ભેગી કરી. પ્રિન્સિપાલની ઓફિસમાં જઈ. એ દરેક ચિઠ્ઠીઓ ખોલી..! તો મહત્તમ બધા જ બાળકોનો એક જ જવાબ હતો. કે જો અમારા જાપાન ઉપર દુશ્મનો હુમલો કરતા અને અમે જેને અમારા ઈસ્ટ ગણ્યા હોય, અને એ જો દુશ્મનના લશ્કરના સેનાપતિ હોય. તો હવે એક પણ પળનો વિચાર કર્યા વગર... અમારા એ ઇસ્ટ ભગવાનનું માથું એક સેકન્ડમાં ઉતારી લઈએ..!*
દોસ્તો જાપાનીઝ પ્રજાની અંદર આ ખમીરવંતી રાષ્ટ્ર ભક્તિ છે. જેને હિરોશિમા અને નાગા સાકી ઉપર થયેલા વિશ્વયુદ્ધના હુમલા પછી પણ.... પોતાની રાષ્ટ્રીય ભક્તિને કે પોતાના રાષ્ટ્રની અસ્મિતાને ક્યાંય પણ લૂણો લાગવા નથી દીધો.
આપણે પણ આજના સ્વાતંત્ર દિવસે આપણી જાતને સાક્ષી રાખી આપણા વીર શહીદોને એક વચન આપીએ કે અમારા માટે અમારો રાષ્ટ્ર ધર્મ હંમેશા સર્વોપરી રહેશે. તો હું માનું છું. આજની આપણી તિરંગા ને આપેલી સલામી લેખે લાગે.
*" હજારો સાલ નરગી સે અપની બે - નુરી પે રોતી હૈ, બડી મુદ્દત સે હોતે હૈ ચમન મે દિદાવાર પેદા.."*
લેખક:- વિક્રમ મહેતા
પ્રિન્સિપાલ
શ્રી. વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ - બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.