મિશન આરોગ્યમ અંતર્ગત 137 લોકોને બ્લડના મલ્ટી રિપોર્ટ કરી આપ્યા - At This Time

મિશન આરોગ્યમ અંતર્ગત 137 લોકોને બ્લડના મલ્ટી રિપોર્ટ કરી આપ્યા


જાયન્ટસ્ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં બ્લડના સેમ્પલ માંથી ફકત રૂ. 1100/- માં શરીરને લગતા જુદા જુદા ૬૨ રિપોર્ટ કરવા માટેનો કેમ્પ યોજવામાં આવેલ. તેમાં હિમોગ્લોબીન, કિડની, થાઈરોઈડ, કોલેસ્ટ્રોલ, હદય, વિટામિન, લીવર, ડાયાબિટીસ, આર્યન, એચ.એસ.સી.આર.પી. જેવા વિવિધ પ્રોફાઈલનાં રિપોર્ટ માટે કેમ્પ સમર્પણ ક્લિનિક ,એમ.જી.કોમ્પલેક્ષ, અવેડા ગેઇટ બોટાદ ખાતે યોજાયેલ. આ કેમ્પમાં 137 જેટલા લોકોએ પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા દર્શાવી તેમના રિપોર્ટ કરાવેલ. સમગ્ર આયોજનમાં ફેડરેશન પ્રમુખ કેતનભાઇ રોજેસરા, ડી.એ. દિપકભાઈ માથુકિયા, લાલજીભાઈ કળથીયા, ડો. આનંદભાઈ ત્રિવેદી, કલ્પેશભાઈ ગાંધી, દર્શનભાઈ પટેલ, ભાવેશભાઈ ગજેરા, મુકેશભાઇ જોટાણીયા, નાસિરભાઈ ખલયાણી, રાજુભાઈ ડેરૈયા, વિરેનભાઈ રાજગોર, જયદીપભાઇ પરમારએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.