વ્યાજખોર ઘરેથી ફ્રીજ એસી ઉઠાવી ગયો, વ્યાજખોર વિરુદ્ધ થઈ ક્રાઈમ બ્રાન્ચ માં ફરિયાદ
At This Time News માં અમદાવાદ જિલ્લા બ્યુરો ચીફ તરીકે કાર્યરત "સૌરંગ ઠક્કર"ના યોગ્ય માર્ગદર્શનથી વ્યાજના જાળમાં ફસાયેલા અમદાવાદ શહેરના ઠક્કરનગરમાં રહેતા દિવ્યેશ નકુમ નામના વ્યક્તિને યોગ્ય ન્યાય મળ્યો.
આ બાબતે વિગતે વાત કરતાં જમાલપુર વિસ્તારમાં રહેતો મારો મિત્ર આબીદ સિમોન છ દિવસ પહેલા એક વ્યક્તિ સાથે મને મળવા આવ્યો હતો. ત્યારબાદ મારા મિત્રએ તેની સાથે આવેલા વ્યક્તિનો પરિચય કરાવ્યો અને જણાવ્યું કે તેનું નામ દિવ્યેશ નકુમ છે અને તે તેના પરિવાર સાથે શહેરના ઠક્કરનગર વિસ્તારમાં રહે છે. તે વિરાટનગર વિસ્તારમાં આવેલી સુખરામ એસ્ટેટમાં કુર્તી સ્ટીચિંગનો વ્યવસાય કરે છે.થોડા સમય પહેલાં તેમને પૈસાની જરૂર હોવાથી તેમના મિત્ર નિલેશ મારફતે સરદારનગરમાં રહેતા અમિત સિંધી પાસેથી 1.50 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. અમિતે સિક્યોરીટી પેટે વ્યાજ કાપીને બાકીની રકમ દિવ્યેશને ચૂકવી હતી અને નોટરી વાળુ લખાણ કરી આપ્યું હતું. તથા રૂપિયા 30 હજારના છ હપ્તા પેટે સહી કરેલા છ ચેક પણ આપ્યા હતા.
જે બાદ દિવ્યેશે અમિતને ત્રણ વખત રોકડ અને ત્રણ વખત ચેક દ્વારા રૂપીયાની ચૂકવણી કરી હતી. ધંધો મંદો ચાલતો હોવાથી બાકીના બે હપ્તાના પૈસા તે અમિતને ચૂકવી શક્યો ન હતો. દિવ્યેશે અમિત ને કહ્યું હતું કે મને થોડો સમય આપો,મારી પાસે પૈસા આવશે એટલે તરત જ બાકી નિકળતી રકમ વ્યાજ સાથે તમને ચૂકવી દઈશ.પરંતુ દિવ્યેશ ને પાંચ ટકાથી વ્યાજે પૈસા આપનાર વ્યાજખોર અમિત તેની કોઈ વાત સાભળવા તૈયાર જ નાં થયો.
આ પછી અમિત દિવ્યેશને ફોન પર ધમકી આપતો હતો, તો ક્યારેક દિવ્યેશની ફેક્ટરીમાં જઈને પણ ધમકી આપી પૈસા ચૂકવવા માટે દબાણ કરવા લાગ્યો હતો.એક દિવસ નિલેશ દિવ્યેશના ઘરે જઈને ફ્રિઝ અને એસી કાઢીને લઈ ગયો હતો. ત્યાર બાદ 1.10 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં અવાર નવાર ફોન કરીને જો પૈસા નહીં આપે તો તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
મારા મિત્ર સાથે આવેલ દિવ્યેશ નકુમ ને અમે માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે જો ખરેખર તમે અમને જણાવેલ દરેક વાત સત્ય હોય તો હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ ડ્રાઈવ ચલાવાઈ રહી છે અને આ મામલાની જાણ લોકો ને થાય તે માટે જાહેર અપીલ કરતો એક પરિપત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.જેમાં ફરિયાદ કરવા માટે ઈ-મેલ આઈડી અને ફોન નંબર પણ અંકિત કરવામાં આવ્યા છે.
ઈ-મેલ-આઈડી :- reader-crime-ahd@gujarat.gov.in
કોન્ટેક્ટ નંબર:079-25398549, 6359625369
અમારા દ્વારા આપેલ માર્ગદર્શન અને વ્યાજખોરોથી તંગ આવીને દિવ્યેશે આ મામલે અમિત સિંધી સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.