મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ડીસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર નું લોકાર્પણ - At This Time

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ડીસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર નું લોકાર્પણ


રાજ્ય સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ પણ કર્યું.

મહીસાગર જિલ્લા કલેકટ૨ કચેરી ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું

જિલ્લા પ્રભારી મંત્રી તેમજ રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લુણાવાડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું લોકાર્પણ કરાયું. અંદાજિત ૧૧૦.૦૦ લાખમાં તૈયાર થયેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કોન્ફરન્સ રૂમ,વેઈટીંગ હોલ, કલેકટર રૂમ, મામલતદાર (ડીઝાસ્ટર) રૂમ, કંટ્રોલ રૂમ અને સ્ટાફ રૂમ બનાવેલ છે

ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય નાગરિકોની સુરક્ષા માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ૨૪×૭ કાર્યરત રહીને જિલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે. જિલ્લામાં આવતી દરેક આપદાઓથી નાગરીકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઈ શકશે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી પુર, ભુકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપતિઓને સમયે માહિતી અને સંદેશા વ્યવહાર દ્વારા અસરકારક અને કાર્યશ્રમ કામગીરી થય શકશે. આ ઉપરાંત ગુજરાત રાજય આપતિ
વ્યવસ્થાપન સત્તા મંડળ અસરકારક આપતિ સહાય માટે માહિતી અને સંદેશા વ્યવહાર
ટેકનોલોજીને લગતા સંસાધન સાધનો અને સહાય સુનિશ્ચિત કરવા સંકટકાલીન સમયે
સહાય કેન્દ્રોને એકીકૃત કરવાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મંત્રી બચુભાઈ ખાબડએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું
નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ ,પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, ખેતીવાડી અધિકારી, નાયબ વન સંરક્ષક સહિત સંકલનના તમામ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.