છડીયાળી ગામે ખેડૂતોને નકલી ખાતર પધરાવતા પાક ને નુકસાન થયું.
સાયલા તાલુકાના છડીયાળી ગામના ૩૦થી વધુ ખેડૂતોને નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ધાનોરા કરજણ વડોદરા નામથી ખાતર ખરીદીના જીએસટી સાથેના બિલો પણ આપવામાં આવ્યા હતા. તેમજ એક ખેડૂત દીઠ કૃષિ પ્રધાન ખાતર અંદાજે ૧૦થી ૧૫ બોરી રૂ. ૮૧૦ના ભાવ લેખે કંપનીના એજન્ટ દ્વારા પધરાવવામાં આવી હતી. તેમજ છડીયાળી ગામે, ૪૦૦થી ૫૦૦ વિધામાં આ ખાતરનો, ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ખાતરનો ઉપયોગ વાવેતરમાં કરાતા છોડવા બળી જતા હતા જેથી ખેડૂતોએ બેથી ત્રણવાર વાવેતર કર્યું | હતું, પરંતું ખાતર નાખતાની સાથે જ છોડવા બળી જતા હતા. જેથી ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું. જે અંગે ખેડૂતો દ્વારા ખેતીવાડી વિભાગ, પોલીસ વિભાગ અને ઉચ્ચ કક્ષાએ ચાર પાંચ દિવસ પહેલાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ તપાસ હાથ ધરવામાં ન આવતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. જેથી ખેડૂતો દ્વારા ખેતીવાડી વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે વળતરની માંગણી કરીને આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.