હવામાન વિભાગ દ્રારા તૈયાર કરેલ મોનસૂન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા બાબત
હવામાન વિભાગ દ્રારા તૈયાર કરેલ મોનસૂન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા બાબત*
****
હવામાન વિભાગ ભારત સરકાર દ્રારા હવામાન અંગેની આગાહી માટે વિવિધ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.આ મોબાઇલ એપ્લિકેશન વરસાદની આગાહી,વીજળીથી બચાવ,ખેતી માટે ઉપયોગી છે.જેમાની મોનસૂન મોબાઇલ એપ્લિકેશન મારફતે લોકોને હવામાનની આગાહી,રડાર છબીઓ વગેરેની માહિતી મેળવી શકે છે.દામિની મોબાઇલ એપ્લિકેશન મારફતે આકાશમાં તોળાઇ રહેલી આપતિ વીજળી વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે.મેધદુત મોબાઇલ એપ્લિકેશન મારફતે ખેડુતોને હવામાનની માહિતી આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ પુરી પાડે છે.પબ્લીક ઓબ્ઝર્વેશન મોબાઇલ એપ્લિકેશન મારફતે યુઝર્સ પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. મોનસૂન મોબાઇલ એપ્લિકેશનનો ગ્રામ્ય કક્ષાથી લઇ શહેરી વિસ્તાર સુધી વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે મામલતદાર ડીઝાસ્ટર,હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.