પહેલા દિલ્હી અને હવે મુંબઈ ડૂબ્યું:6 કલાકમાં જ 11.8 ઈંચ વરસાદ ખાબક્યો, સ્કૂલ-કોલેજો બંધ, 5 ટ્રેન રદ, ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા - At This Time

પહેલા દિલ્હી અને હવે મુંબઈ ડૂબ્યું:6 કલાકમાં જ 11.8 ઈંચ વરસાદ ખાબક્યો, સ્કૂલ-કોલેજો બંધ, 5 ટ્રેન રદ, ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા


દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે શુક્રવારે (28 જૂન) દિલ્હીમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 24 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો, જે જૂન 1936માં 9.27 ઈંચ પછી એક જ દિવસમાં બીજો સૌથી વધુ વરસાદ હતો. આ સાથે માત્ર જૂન જ નહીં, પરંતુ માર્ચથી લઈને અત્યાર સુધી એટલે કે 4 મહિનાનો ક્વોટા પણ પૂરો થઈ ગયો હતો. મુંબઈમાં વરસાદને લઈ રેલવે વિભાગે જણાવ્યું કે, પાટા પર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક લોકલ ટ્રેનો પણ કલાકો મોડી ચાલી રહી છે. મુંબઈમાં BMCએ આજે ​​સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. બીજી તરફ ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભૂસ્ખલન અને કેટલાક ધોવાણને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ પછી ચારધામ યાત્રા રોકી દેવામાં આવી હતી. જેના કારણે 6 હજાર શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. ગંગા, અલકનંદા, ભાગીરથી સહિત અનેક નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જૂનથી ઉત્તરાખંડમાં 276.8 મિમી વરસાદ થયો છે. જ્યારે સામાન્ય ક્વોટા 259 મિ.મી. સમગ્ર ચોમાસા દરમિયાન ઉત્તરાખંડમાં સરેરાશ 1162.2 મિમી વરસાદને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે. મુંબઈમાં આજે પણ ભારે વરસાદની આશંકા મુંબઈમાં વરસાદની તસવીરો... સમગ્ર દેશમાં હવામાનની અસર... 1. હિમાચલમાં 76 રસ્તાઓ બંધ
હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 76 રસ્તાઓ બંધ થઈ ગયા છે. 69 પાણી પુરવઠા યોજનાઓ અને 34 વીજ પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે. રાજ્યમાં 1 જુલાઈથી 7 જુલાઈ વચ્ચે 72.1 મિમી વરસાદ નોંધાયો છે. આ સમયગાળા માટે સામાન્ય વરસાદ કરતાં આ 66% વધુ છે. 2. પશ્ચિમ બંગાળમાં પૂર જેવી સ્થિતિ
પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટીમાં પૂર જેવી સ્થિતિ છે. પૈગુડી જિલ્લામાં શનિવાર સવારે 8:30થી રવિવારે સવારે 8:30 વચ્ચે 166 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે બાગડોગરામાં 103 મિમી વરસાદ નોંધાયો હતો. 3. ગોવાના ધોધ પર ફસાયેલા 80 લોકોનો બચાવ; રાજ્યની શાળાઓ સોમવારે બંધ
ગોવાના સત્તારી તાલુકાના પાલી ધોધમાં 80 લોકો ફસાયા હતા, જેમને રવિવારે બચાવી લેવામાં આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં સોમવારે રજા જાહેર કરી છે. 4. આસામમાં પૂરમાં ફસાયેલા 22 લાખ લોકો, રવિવારે 8 લોકોના મોત
આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. રવિવારે પૂરમાં વધુ આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક વધીને 78 થઈ ગયો છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં 128 પ્રાણીઓએ જીવ ગુમાવ્યા છે. 28 જિલ્લાનાં 3,446 ગામોમાં 22.74 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 5. ઉત્તરાખંડમાં ઘણી નદીઓ ખતરાના નિશાન પર
ઉત્તરાખંડમાં ચાર દિવસથી સતત વરસાદને કારણે ગંગા, અલકનંદા, ભાગીરથી, શારદા, મંદાકિની અને કોસી નદીઓ ખતરાના નિશાન પર વહી રહી છે. ઋષિકેશમાં ગંગા નદીનું સ્તર 339.15 મીટર છે, જે ખતરાના નિશાનની એકદમ નજીક છે. તેથી હરિદ્વાર પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બીજી તરફ સતત વરસાદને કારણે બદ્રીનાથ, ગોવિંદઘાટથી જોશીમઠ સુધી વીજળી ખોરવાઈ ગઈ છે. 6. હરિદ્વાર-હૃષીકેશમાં 600 શ્રદ્ધાળુઓ ફસાયા
હૃષીકેશના એઆરટીઓ મોહિત કોઠારીના જણાવ્યા અનુસાર, પર્વતોમાં હવામાન ખૂબ જ ખરાબ છે, તેથી 600 શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને હૃષીકેશમાં અટવાયા છે, કારણ કે રાજ્ય સરકારે હરિદ્વારથી આગળ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગંગોત્રી અને યમુનોત્રી જતા 480 મુસાફરોને ભદ્રકોલી ચેકપોસ્ટ પર રોકી દેવામાં આવ્યા છે. 7. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવાઓ પ્રભાવિત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. રેલવે વિભાગે કહ્યું કે, સોમવારે સવારે સાયન અને ભાંડુપ-નાહુર સ્ટેશનો વચ્ચે વરસાદનું પાણી પાટા ઉપર હતું, તેથી ટ્રેનોને લગભગ એક કલાક માટે રોકી દેવામાં આવી હતી. સવારે લગભગ 7 વાગ્યે પાણીનું સ્તર થોડું ઓછું થયું તેથી ટ્રેનો ફરી શરૂ થઈ, પરંતુ સેવાઓ હજુ પણ પ્રભાવિત છે. 8. આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
IMD એ 11 રાજ્યો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને 10 રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં સોમવાર (8 જુલાઈ) માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશભરના હવામાનની તસવીરો... ભવિષ્યમાં હવામાન કેવું રહેશે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.