તલોદના ઉમેદની મુવાડી, માધવગઢ અને તલોદ ખાતે શ્રી આરતી કંવરે (IAS) કુમકુમ તિલક કરી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો - At This Time

તલોદના ઉમેદની મુવાડી, માધવગઢ અને તલોદ ખાતે શ્રી આરતી કંવરે (IAS) કુમકુમ તિલક કરી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો


( રિપોર્ટર: ઝાકીર હુસેન મેમણ )
*તલોદના ઉમેદની મુવાડી, માધવગઢ અને તલોદ ખાતે શ્રી આરતી કંવરે (IAS) કુમકુમ તિલક કરી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો*
*********
સાબરકાંઠા જિલ્લામાં સેક્રેટરી ટુ ગર્વમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય શ્રી આરતી કંવર(IAS) ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તલોદ તાલુકાના ઉમેદની મુવાડી, માધવગઢ અને સી.ડી પટેલ હાઇસ્કુલ, તલોદ ખાતે યોજાયો હતો. આઇએએસશ્રી શ્રી આરતી કંવરે બાળકોને કુમકુમ તિલક કરી શિક્ષણની નવીન યાત્રામાં પ્રવેશ કરાવ્યો હતો. આઇએએસશ્રી આરતી કંવર તથા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ સહજ રીતે સ્ટેજ કરતા જમીન પર બેસીને ગ્રામલોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
ઉમેદની મુવાડી ખાતે ધોરણ-૧ માં છ, બાલવાટીકામાં આઠ, આંગણવાડીમાં ચાર બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. માધવગઢ ખાતે ધોરણ-૧ માં છ,બાલવાટીકામાં આઠ અને આંગણવાડીમાં પાંચ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. સી.ડી પટેલ હાઇસ્કુલમાં ધોરણ-૬ માં ૬૦, ધોરણ-૯ માં ૧૭૮ અને ધોરણ-૧૧ માં ૨૨૦ વિધ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત શિક્ષકગણ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.