સોમનાથમાં કપર્દીવિનાયક ગણેશજીના સાનિધ્યમાં સતત બીજા વર્ષે “ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન”નો પ્રારંભ
સોમનાથમાં કપર્દીવિનાયક ગણેશજીના સાનિધ્યમાં સતત બીજા વર્ષે "ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન"નો પ્રારંભ
અનુષ્ઠાનના પ્રથમ મણકામાં ઋષિકુમારો દ્વારા કુલ 8190 ગણપતિ અથર્વ શીર્ષ પાઠ કરાયા
રાજ્ય ભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરશે
ભાદરવા માસમાં શ્રી ગણેશ નવરાત્રની સમાપ્તિ સુધીમાં સવા લાખ શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરી શ્રી ગણેશ મહાયજ્ઞ કરાશે
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતા સોમનાથ ટ્રસ્ટનું જનકલ્યાણની કામના સાથે સતત બીજા વર્ષે શ્રી ગણેશ અનુષ્ઠાન
શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠના અનુષ્ઠાનમાં આવેલ ઋષિકુમારો દ્વારા શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં 117 રુદ્રાષ્ટાધ્યાયી ના પાઠ કરવામાં આવ્યા હતા
તેમજ 117 ઋષિકુમારો દ્વારા શ્રી કૃષ્ણ નિજધામ ગમન ભૂમિ ગોલોકધામ ખાતે પુરુશસુક્ત ના પાઠ કરી જનકલ્યાણની કામન કરવામાં આવી હતી.
સોમનાથ તીર્થમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરવાના લક્ષ્ય સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સવા લાખ શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અને શ્રી ગણેશ મહાયજ્ઞ અનુષ્ઠાન પ્રારંભ કરવામાં આવ્યું છે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય વિશ્વ પ્રસિદ્ધ છે. સાથેજ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હરવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે ગત વર્ષે સોમનાથ તીર્થમાં શ્રી ગણેશ પૂજનનું સૌથી મોટું અનુષ્ઠાન કરવામાં આવ્યુ હતું જેમાં શ્રી ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ ભાદરવા માસના ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવામાં આવેલ, અને ભાદ્ર માસની ગણેશ નવરાત્રના અંતિમ ત્રણ દિવસ મહા ગણેશ યાગ યોજાયો હતો.
શ્રી ગણેશ નવરાત્ર સુધી પ્રત્યેક ચતુર્થીના રોજ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા ના ઋષિકુમારો ગણપતિ અથર્વ શીર્ષ પાઠ કરશે. તેમજ પ્રત્યેક શનિ,રવી વારે ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પાઠશાળાના ઋષિકુમારો સોમનાથ પધારી ગણેશજીના ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરશે.ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ગુજરાતની પ્રત્યેક સંસ્કૃત પાઠશાળા સોમનાથ ટ્રસ્ટના મહા અનુષ્ઠાનમાં સહભાગી બનવાની જેનાથી સંસ્કૃત પાઠશાળાઓના જ્ઞાનના આદાનપ્રદાન વધુ સાતત્યપૂર્ણ બની રહ્યું છે. આ મહા અનુષ્ઠાનમાં ઋષિકુમારોના ઓજસ્વી મંત્રોચ્ચાર થી પ્રેરણા લઈને અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અંગે પ્રેરિત થઈ રહ્યા છે.
આજરોજ શ્રી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય અને શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના કુલ 117 ઋષિ કુમારો દ્વારા સામૂહિક શ્રી ગણપતિ અથર્વશીર્ષના કુલ 8190 પાઠ કરવામાં આવ્યા હતા.
શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠના અનુષ્ઠાનમાં આવેલ ઋષિકુમારો દ્વારા શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં 117 રુદ્રાષ્ટાધ્યાયીના સ-સ્વર પાઠ કરવામાં આવ્યા હતા. જેના શ્રવણ થી સોમનાથમાં સંધ્યા શિવતત્વ ની અદભુત અનુભૂતિ થઈ હતી. તેમજ 117 ઋષિકુમારો દ્વારા શ્રી કૃષ્ણ નિજધામ ગમન ભૂમિ ગોલોકધામ ખાતે પુરુષસુક્તના પાઠ કરી જનકલ્યાણની કામન કરવામાં આવી હતી.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક ઋષિ કુમારને ભક્તિમય પ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ નિર્મિત લઘુયજ્ઞ કીટ, સોમગંગા નિર્માલ્ય જળ, રુદ્રાક્ષ અને ભસ્મપ્રસાદ, અને સોમનાથ મહાદેવનો 3d ફોટો ભેટમાં અપાયા હતા. પાઠ સંપન્ન થયે સોમનાથ મહાદેવના મહા પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવીને ઋષિ કુમારો અને ગુરુજનો ને સન્માનપૂર્વક વિદાયમાન આપવામાં આવ્યું હતું.
એકીસાથે મોટા સમૂહની અંદર ઋષિ કુમારો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પઠન, શ્રી અષ્યાધ્યાય રુદ્રી પાઠ, અને પુરુષ સુક્તના પાઠ થી સમગ્ર પ્રભાસ તીર્થમાં ઊર્જાનો નવો સંચાર થયો હતો અને મહાદેવના દર્શને આવનાર ભક્તોએ પણ આ દૈવીય ઊર્જાનો અનુભવ કર્યો હતો.
રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી 9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.