સુરત સહિત દેશનાં 6 સેન્ટરમાં આજે NEETની રીએક્ઝામ:ગ્રેસ માર્ક્સવાળા 1563 સ્ટુડન્ટ્સની ફરી કસોટી, આજે યોજાનારી NEET PGની પરીક્ષા રદ; NTA ડિરેક્ટરને હટાવાયા
NEET પરિણામમાં ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોની આજે એટલે કે 23મી જૂને રી-એગ્ઝામ થશે લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2થી 5:20 દરમિયાન યોજાશે. NTAએ 20મી જૂને રી-એગ્ઝામ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. આ પરીક્ષાનું પરિણામ 30 જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે. NEET UGના સુધારેલા પરિણામ જાહેર થયા પછી, કાઉન્સેલિંગ પ્રક્રિયા 6 જુલાઈથી શરૂ થશે. અગાઉ, NEET-UG પરીક્ષાના વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહને શનિવારે રાત્રે 9 વાગ્યે હટાવ્યા હતા. પ્રદીપ સિંહ ખારોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, કેન્દ્રએ NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ CBIને સોંપી દીધી છે. શિક્ષણ મંત્રાલયે શનિવારે મોડી રાત્રે આની જાહેરાત કરી હતી. 6 શહેરોમાં થઈ રહી છે પરીક્ષા
NEETની રી-એગ્ઝામ તે છ શહેરોમાં યોજાઈ રહી છે જ્યાં વિદ્યાર્થીઓને સમય ગુમાવવાને કારણે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. રી-એગ્ઝામ આ 6 શહેરોમાં છે પરંતુ પરીક્ષા કેન્દ્રો બદલવામાં આવ્યા છે. આ 6 શહેરો છે- હરિયાણાના ઝજ્જર કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે નહીં
હરિયાણાના ઝજ્જર કેન્દ્રમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર પરથી 720/720 અંક મેળવનાર 6 ઉમેદવારે પરીક્ષા આપી હતી. આ કેન્દ્ર પર ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન કોઈ સમસ્યા ન થાય એ માટે પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શનિવારે રાતે NTAના DGને હટાવ્યા
NEET પરીક્ષાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે રાત્રે 9 વાગ્યે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને હટાવી દીધા. પ્રદીપ સિંહ ખરોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કર્ણાટક કેડરના 1985 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. ખરોલા ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સીએમડી છે. 1 મે 2024ના રોજ, તેમને સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ના અધ્યક્ષનો વધારાનો હવાલો આપવામાં આવ્યો. દરમિયાન આજે એટલે કે 23 જૂને યોજાનારી NEET-PG પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે. તે નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા રવિવારે 300 શહેરોમાં 1000થી વધુ કેન્દ્રો પર યોજાવાની હતી. NTAએ પારદર્શિતા માટે સમિતિ બનાવી
અગાઉ બપોરે શિક્ષણ મંત્રાલયે અનિયમિતતા રોકવા અને NTA પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 7 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના પૂર્વ ડિરેક્ટર કે. રાધાકૃષ્ણન તેના ચીફ હશે. આ સમિતિ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET પરીક્ષા વિવાદ પર 20 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે આ સમિતિ શિક્ષણ મંત્રાલયને NTAના માળખા, કાર્યપ્રણાલી, પરીક્ષા પ્રક્રિયા, પારદર્શિતા, ટ્રાન્સફર અને ડેટા, સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા કરવા સૂચનો આપશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના 7 વર્ષ પહેલા કરવામાં આવી હતી
2017માં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં NTAની રચનાની જાહેરાત કરી હતી. તેનું કામ ગુણવત્તાયુક્ત પરીક્ષણ સેવા પૂરી પાડવાનું છે. એટલે કે દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાઓ યોજવાનું. NTA એ 9 દિવસમાં 3 પરીક્ષાઓ રદ કરી, NEET પુનઃ પરીક્ષા માટે 6 નવા કેન્દ્રો બનાવ્યા
NTA એ શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે CSIR UGC NET પરીક્ષા રદ કરી. આ પરીક્ષા 25-27 જૂન વચ્ચે યોજાવાની હતી. પરીક્ષા મુલતવી રાખવા માટે સંસાધનોની અછતનું કારણ જણાવવામાં આવ્યું છે. NTAએ કહ્યું હતું કે આ પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ csirnet.nta.ac.in પર અપલોડ કરવામાં આવશે. બે દિવસ પહેલાં 19 જૂનના રોજ NTAએ અનિયમિતતાના ડરથી UGC NTEની પરીક્ષા રદ કરી હતી. અગાઉ 12 જૂને NCETની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આવતીકાલે NEET UG પુનઃ પરીક્ષા, 6 નવાં કેન્દ્રો બનાવાયાં
NEET UG પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારો માટે 23 જૂને પુનઃપરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે 6 નવાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. ચંદીગઢમાં માત્ર એક જ કેન્દ્રને પુનઃ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં માત્ર બે ઉમેદવાર પરીક્ષા આપશે. આ પરીક્ષા 23 જૂને બપોરે 2થી 5:20 દરમિયાન યોજાવાની છે. આ પરીક્ષા 6 શહેરમાં લેવાશે. NTAએ કેન્દ્રો પર નિરીક્ષકોની નિમણૂક કરી છે. પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર NTA અને શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે. હરિયાણાના ઝજ્જર કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે નહીં
હરિયાણાના ઝજ્જર કેન્દ્રમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર પરથી 720/720 અંક મેળવનાર 6 ઉમેદવારે પરીક્ષા આપી હતી. આ કેન્દ્ર પર ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન કોઈ સમસ્યા ન થાય એ માટે પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- પરીક્ષામાં ઝીરો એરર કરવામાં આવશે
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 20 જૂને NEET પરીક્ષા વિવાદ પર પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે 'NEET પરીક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આને ઝીરો એરર કરવામાં આવશે. NTA માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે, જે વધુ સુધારાની ભલામણ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.