અમરેલી જીલ્લા સહકારી સંઘ લી. અમરેલીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચુંટણી માં ચેરમેન પદે મનીષ સંધાણી અને વાઇસ ચેરમેન હરજીભાઈ નારોલા બિનહરીફ ચૂંટાઇ આવ્યા
અમરેલી જીલ્લા સહકારી સંઘ લી. અમરેલીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચુંટણી માં
ચેરમેન મનીષ સંધાણી વા ચેરમેન હરજીભાઈ નારોલા બિનહરીફ ચૂંટાઇ આવ્યા
અમરેલી જીલ્લા સહકારી સંઘ લી. અમરેલીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચુંટણી તાજેતરમાં જ યોજાઈ હતી. જેમાં સમગ્ર બોર્ડ બિનહરીફ ચુંટાઈ આવેલ હતું. લાઠી તાલુકાની સીટ ઉપર દામનગર સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ હરજીભાઈ નારોલા બિનહરીફ ચુંટાયા હતા. શ્રી નારોલા સન ૧૯૯૬ થી સતત અવિરત લાઠી તાલુકાના પ્રતિનિધી તરીકે ચુંટાતા આવ્યા છે. આજરોજ તા. ૨૧ જુન ૨૦૨૪ ના રોજ સંઘના ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચુંટણી યોજાતા ચેરમેન તરીકે મનીષભાઈ સંઘાણી તથા વાઇસ ચેરમેન તરીકે હરજીભાઈ નારોલા બિનહરીફ વરણી પામ્યા છે.
અમરેલી જીલ્લા સહકારી સંઘ લી. ના વાઈસ ચેરમેન તરીકે હરજીભાઈ નારોલાની સતત ત્રીજી ટર્મ માટે વરણી થઈ છે. અત્રે યાદ રહે કે શ્રી નારોલા અ. જી. સ. સંઘ લી. અમરેલીમાં ૧૯૯૬ થી ડીરેક્ટર તરીકે અવિરત સેવા આપી રહયા છે. તેમજ અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અમરેલીમાં ૨૦૦૬ થી ડીરેક્ટર તરીકે સેવા બજાવી રહયા છે.
દામનગર સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ૧૯૯૫ થી તથા દામનગર નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેન તરીકે ૧૯૯૭ થી નોધપાત્ર કાર્ય કરી સેવા આપી રહયા છે. તેઓના નેતૃત્વમાં મંડળીઓએ ખુબજ સરાહનીય પ્રગતિ કરી છે તે સુવિદીત છે. સહકારી અગ્રણી શ્રી હરજીભાઈ નારોલાને ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.