આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત સિકલ સેલ એનિમિયા દિવસ ની ઉજવણી નું આયોજન કરવા માં આવ્યું - At This Time

આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત સિકલ સેલ એનિમિયા દિવસ ની ઉજવણી નું આયોજન કરવા માં આવ્યું


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ તેમજ સી.એચ.સી અધોઈ ના અધિક્ષક ડૉ. દીપલ ચોધરી , પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત સિકલ સેલ એનિમિયા ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સી એચ.સી.ના ડો. દીપલ ચોધરી સાહેબ, ડૉ. રોશન બલાત , સી.એમ.ટી.સી. ના ન્યુટ્રીશન આસિસ્ટન્ટ રક્ષાબેન મજેઠીયા,ભાવિકા બેન , એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. કાજલબેન નીલકંઠ , મ.પ.હે.વ. સંજય ભાઈ તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.
જેમાં સિકલ સેલના દર્દીએ લેવાની કાળજી વિશે વિસ્તૃત માહિતી આપી. એમજ સિકલ સેલ અને અનેમિયા રોગોના લક્ષણ વિશે તેમજ લગ્ન સંબંધથી જોડાતા પહેલા જન્માક્ષરની જેમ જ સિકલ સેલના જન્માક્ષરની પણ પૂરતું મહત્વ આપીએ તેના વિશે સમજણ આપવામાં આવી. તેમજ ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી.આયર્ન (ફેરસ ફ્યુમરેટ, ફેરસ ગ્લુકોનેટ, ફેરસ સલ્ફેટ) નો ઉપયોગ એનિમિયા (લાલ રક્ત કોશિકાઓની સામાન્ય સંખ્યા કરતા ઓછી) ની સારવાર અથવા અટકાવવા માટે થાય છે જ્યારે ખોરાકમાંથી આયર્નની માત્રા પૂરતી ન હોય. આયર્ન એ એક ખનિજ છે જે આહાર પૂરક તરીકે ઉપલબ્ધ છે.... અને ગોળી નું વિતરણ કરવામાં આવ્યું હતું અને લીલા પાંદડા વાળા શાકભાજી તેમજ સીઝન મુજબના ફળો ખાવા અંગે સમજણ આપવામાં આવી તેમજ વર્ષમાં બે વખત કૃમિનાશક ગોળી લેવાથી થતા ફાયદા વિશે માહિતી આપી સાથે સાથે બહારના જંક ફૂડ નખાવા અંગે સમજાવેલ .


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.