આજ રોજ ઐઠોર ગણપતિ મંદિર ખાતે ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ તથા અમારા હરિયાળા યાત્રાધામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજરોજ ઊંઝાના ઐઠોર ગણપતિદાદાના મંદિર ખાતે ફોરેસ્ટ આર એફ ઓ અને તેમની ટીમ,ઊંઝા મામલતદાર,ગણપતિ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ હાજર રહીને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
મહેસાણા કલેક્ટરના આદેશ અનુસાર તારીખ 10/06/24 થી તારીખ 16/06/24 સુધી "ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ તથા અમારા હરિયાળા યાત્રાધામ" કાર્યક્રમ અંતર્ગત અત્રેના જિલ્લાના દરેક તાલુકાના મહત્વના યાત્રાધામો તેમજ દેવસ્થાનો ખાતેના સ્થળોએ ઓછામાં ઓછા 100 જેટલા છોડ રોપવા આદેશ કરાયો હતો.તેમજ આ અંગે યોજાયેલ કાર્યક્રમમાં હાજર રાખેલ હોદ્દેદારો/સભ્યોની હાજરી સહિતનો અહેવાલ તૈયાર કરી મોકલી આપવા તેમજ સમગ્ર કાર્યક્રમનાં સુચારુ સંચાલન માટે તેમજ દેખરેખ હેતુ નોડલ અધિકારી તરીકે નાયબવન સંરક્ષક,મહેસાણાથી નિમણુંક કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત રાખવું જરૂરી છે, કારણ કે આધુનિકતાના આ યુગમાં, વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધવા માટે પૂરી દુનિયામાં એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકૃતિ અને પર્યાવરણ અત્યંત જોખમી છે. મનુષ્ય અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે,કારણ કે સલામત વાતાવરણ વિના જીવન શક્ય નથી,તેમ છતાં લોકો તેને નુકસાન પહોંચાડી રહ્યા છે, જીવનને અસર કરી રહ્યા છે.તેમજ કુદરતી આફતોનું જોખમ પણ વધી રહ્યું છે.ત્યારે ઘણી સામાજીક સંસ્થાઓ આગળ આવીને પર્યાવરણને નુકસાન ન થાય તેવા કાર્યક્રમો કરતી રહે છે.જોકે,જોવાનું રહ્યું કે,આવાનારા સમયમાં પર્યાવરણને આપણે મનુષ્ય કેટલું સુરક્ષિત રાખી શકીએ છીએ.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.