મેંદરડા એસટી બસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના વિજ ઉપકરણો રાત્રે બંધ કરી દેવાતા લોકોમાં રોષ ભભુકીયો
મેંદરડા એસ ટી બસ સ્ટેશન માં સ્ટ્રીટ લાઇટ પંખા ટ્યુબ લાઈટ સહિતના ઉપકરણો બંધ કરી દેવામાં આવતાં બસ સ્ટેશન આખું અંધાર પટમાં ફેરવાયું
આવારા તત્વો દારૂડિયાઓ સહિતનાઓ નો સતત ડર લોકો ને વ્યાપી રહ્યો છે કંઈક અઘટિત થવાના સંકેતો સેવાઈ રહ્યા છે
મેંદરડા એસ.ટી બસ સ્ટેશન ના ટ્રાફિક કંટ્રોલરની વધુ એક બેદરકારી સામે આવી
વૃદ્ધો મહિલાઓ બાળકો અપડાઉન કરતી વિદ્યાર્થીની બહેનો સહિતનાઓને લુખ્ખા આવારા તત્વો દારૂડિયાઓ નો સતત ડર લોકોની સુખાકારી માટે વ્યવસ્થા નહીં થતા એસટી તંત્ર સામે લોકોનો રોષ ભભુકયો છે
મેંદરડા એસટી બસ સ્ટેશનમાં ઘણા સમયથી એસટી તંત્ર દ્વારા સામાન્ય લોકોને એક પછી એક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે બસ સ્ટેશન ના ટ્રાફિક કંટ્રોલર ની વધુ એક બેદરકારી સામે આવી છે ત્યારે રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટ પંખા ટ્યુબ લાઈટ વગેરે વીજ ઉપકરણો બંધ કરી દેવામાં આવતા લોકોને ખૂબ મોટા પ્રમાણમાં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે થોડા દિવસો પહેલા પણ બેદરકારી સામે આવી હતી ત્યારે સમાચારો પ્રકાશિત કરવામાં આવેલ હતા છતાં એસ.ટી વિભાગ દ્વારા કાર્યવાહી થયેલ નથી તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી બન્યા છે
મેંદરડા એસટી બસ સ્ટેશન ખાતે રાત્રી દરમ્યાન આઠથી દસ જેટલી બસ નાઈટ વોલ્ટ માટે આવે છે જેના કર્મચારી ડ્રાઇવર કંડકટર ને રહેવા જમવા સુવા સહિતની પ્રાથમિક સુવિધામાં પણ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે વ્યવસ્થા માં મોટાં પ્રમાણમાં હેરાનગતી ઉભી થયેલ છે હવે જોવાનું રહ્યું કે એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ટ્રાફિક કંટ્રોલ સામે કડકમાં કડક પગલાં ક્યારે લેશે..? કે પછી આ જ રીતે લોકોને હેરાનગતિ સ્વીકારવી રહી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.