વેપારી ચેતન કોટેચાએ ઘઉંમાં નાખવાનો પાવડર પી આપઘાત કર્યો - At This Time

વેપારી ચેતન કોટેચાએ ઘઉંમાં નાખવાનો પાવડર પી આપઘાત કર્યો


વાણિયાવાડીના ગોપાલનગરના વેપારી ચેતનભાઈ કોટેચાએ ઘઉંમાં નાખવાનો પાવડર પી જીવન ટુંકાવ્યું હતું. બનાવની જાણ ભકિતનગર પોલીસને થતાં તુરંત દોડી ગઈ હતી. અને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ચેતનભાઈ હિંમતલાલ કોટેચા (ઉ.વ.49 રહે. ગોપાલ નગર દ્વારકેશ એપાર્ટમેન્ટ 7, વાણિયાવાડી) તેઓએ ગઈ કાલે ઘઉંમાં નાખવાનો પાવડર પી જીવન ટુંકાવ્યું હતું. મૃતક ઢોસા ગલી કંદોઈ બજાર ચોકમાં એ વન સિંગ સેન્ટર નામે દુકાન ધરાવે છે. ગઈ કાલે તેઓ પોતાની દૂકાને જતાં હતાં ત્યારે ભકિતનગર સર્કલ પાસે ઢળી પડ્યાં હતાં.
બાદ તાકિદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારના દમ તોડી દિધો હતો. તેઓનાં પરિવારજનોએ જણાવ્યું કે ચેતનભાઈ ઘરેથી નિકળા ત્યારે જ ઘઉંમાં નાખવાનો પાવડર પી નીકળ્યા હતાં. તેવી શંકા સેવાઈ રહી છે.અને ભકિતનગર સર્કલ પહોચતા ત્યાં ઢળી પડ્યા હતાં. અને સારવારમાં મોત નિપજ્યું હતું. તેઓ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનાં હતાં. તેમજ તેઓને સંતાનમાં એક પુત્ર- પુત્રી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.