મારે પ્લોટ નથી વેચવો તે કેમ મને ફોન કર્યો કહી ચાર શખ્સોએ રઘુભાઈ ચાવડા પર હુમલો કર્યો
મારે પ્લોટ નથી વેચવો તે કેમ મને ફોન કર્યો કહી ચાર શખ્સોએ રઘુભાઈ ચાવડા પર હુમલો કર્યો હતો. પ્લોટ બાબતે માથાકૂટ થતાં આજીડેમ પોલીસ દોડી ગઈ હતી. અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ ફરિયાદી રઘુભાઈ રત્નાભાઈ ચાવડા (ઉ.વ.35, રહે. કોઠારીયા સોલવંટ શીતળાધાર શેરી નં -24 રાજકોટ) એ ફરીયાદમાં જણાવ્યું કે ગત રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ હુ શીતળાધારમાં મારા નાનાભાઈ વીજયભાઈના પાણીના પ્લાન્ટ ખાતે બેઠો હતો. ત્યા જાણવા મળેલ કે અમારા વિસ્તારમાં અજયભાઈ અલગોતરનો એક ખાલી પ્લોટ પડેલ હોય જે વેચવાનો છે.જેથી મે અજયભાઈને ફોન કરી પૂછેલ કે તમારે પ્લોટ વેચવાનો છે. તો મારે લેવો છે તેમ વાત કરતા અજયભાઈએ મને કહેલ કે મારે પ્લોટ નથી વેચવો તે કેમ મને ફોન કર્યો છે.
તેમ કહી મને ફોનમા ગાળો દેવા લાગેલ. જેથી મે ગાળો દેવાની ના પાડતા અજયભાઈએ ફોન કાપી નાખેલ. અને હુ મારા નાનાભાઈ વીજયભાઈના પાણીના પ્લાન્ટે હતો. તેવામા અજયભાઈ રાજુભાઈ અલગોતર, ભાવેશભાઈ રાજુભાઈ અલગોતર, સામતભાઈ ભનાભાઈ અલગોતર, તથા રાજુભાઈ ભનાભાઈ અલગોતર ત્યા આવેલ અને મારી સાથે ઝઘડો કરવા લાગેલ કે તમે કેમ મને પ્લોટ માટે ફોન કર્યો છે. તેમ કહી ગાળો દેવા લાગેલ. અને આ બધા લોકો મને ઢીંકાપાટુનો માર મારવા લાગેલ. જેથી મારા ભાઈ વીજયભાઈ તથા બીજા અન્યા માણસો ભેગા થઇ જતા આ બધા લોકો ત્યાંથી નાસી ગયા હતા. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.