વિસનગર કહોડા સ્ટેટ હાઇવે ઉપર આવતા દાસજ અને કહોડા વચ્ચે રોડ ઉપર ખાડા પડી જવાથી અકસ્માત થવાની ભીતિ સર્જાઈ,કોઈ જાનહાની થશે તો કોણ જવાબદાર - At This Time

વિસનગર કહોડા સ્ટેટ હાઇવે ઉપર આવતા દાસજ અને કહોડા વચ્ચે રોડ ઉપર ખાડા પડી જવાથી અકસ્માત થવાની ભીતિ સર્જાઈ,કોઈ જાનહાની થશે તો કોણ જવાબદાર


વિસનગર અને કહોડા સ્ટેટ રોડ ઉપર અવારનવાર ખાડા પડી જવાની ઘટનાઓ બનતી રહી છે, જેમાં દાસજ અને કહોડા વચ્ચે જે રોડ છે એમાં ગણા મસમોટા ખાડા પડી ગયા છે જેના લીધે અકસ્માત થવાની ભીતિ સર્જાઈ છે.
વધુમાં ભારે વાહનોની અવરજવર વધુ હોય છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, વિજાપુર, વિસનગર, માણસા તરફ જતા તમામ ભારે વાહનો નીકળે છે.જેના કારણે રાત્રી દરમ્યાન નાના વાહનોને સાઈડ લેવામાં તકલીફો પડી રહી છે.થોડાક સમય પહેલા ભુણાવ નજીક બે અકસ્માત થયા હતા.જેમાં બાઈક ચાલકના મોત નીપજ્યા હતા. સિંગલ રોડ હોવાથી રાત્રી દરમ્યાન ગણી મુશ્કેલીઓ પડે છે અને ખાડા પડી જવાથી નાના વાહનોને અકસ્માત વધુ નડે છે.
ઉલ્લેખનીય છે કે દાસજ કહોડા રોડ પહોળો કરવામાં આવે અને જે ખાડા પડી ગયા છે એ ખાડા પુરવામાં આવે તો નાના વાહનોને મુશ્કેલી પડે નહીં અને આકસ્મિક કોઈ ઘટના બને નહીં આ બાબતે તંત્ર વહેલી તકે ધ્યાન દોરે એવી લોક મુખે ચર્ચાઓ થઇ રહી છે.
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેસ પટેલનુ માદરે વતન કહોડા થાય છે.તો તાત્કાલિક પગલાં લઈ સમારકામ કરી રોડ પહોળો કરે એવી માંગ ઉઠી છે.


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.