ચુનારાવાડમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો - At This Time

ચુનારાવાડમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો


અગાઉના ઝઘડા ખાર રાખી ચુનારાવાડના યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. યુવક રામ નવમીના દિવસે મિત્રની ફોર વ્હીલ લાવેલ હોય.જે ફોર વ્હીલમાં તે જ વિસ્તારના યુવાનો ગાડીના બોનેટ પર બેઠેલ હોય જે બાબતે માથાકુટ થઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ચુનારાવાડા શેરી નં-2 માં રહેતો મહેશ રસિકભાઈ ચુડાસમા (ઉ.વ.24) નામના યુવક પર અગાઉના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે યુવકના પરિવારજનોએ જણાવ્યું કે મહેશ રામનવમીના દિવસે મિત્રની ફોર વ્હીલ લાવ્યો હતો. જે ગાડીમાં તેજ વિસ્તારમાં રહેતાં યુવાનો ગાડીના બોનેટમાં બેઠાં હોય જેથી મહેશે ગાડીમાંથી નીચે ઉતરી જવા કહ્યું હતું.
જે બાબતે માથાકૂટ થઈ હતી. બાદ ગઈ કાલે રાત્રિના તેઓ ઘર પાસે પાનની દુકાને હતો ત્યારે અગાઉના ઝઘડાંનો ખાર રાખી દીપો, રોહિત, કાનો અને અજાણ્યા શખ્સોએ હુમલો કરી છરી મારી દીધી હતી. જેથી યુવકને ઈજા પહોંચતા તેને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.