સુરેન્દ્રનગરના મનસુખભાઈ દલોલિયાએ પગમાં પેરેલિસિસની તકલીફ હોવા છતાં જોમ અને જુસ્સા સાથે કર્યું મતદાન - At This Time

સુરેન્દ્રનગરના મનસુખભાઈ દલોલિયાએ પગમાં પેરેલિસિસની તકલીફ હોવા છતાં જોમ અને જુસ્સા સાથે કર્યું મતદાન


હું મારો મત અવશ્ય આપીશ તડકો હોવા છતાં ખુલ્લા પગે સ્ટીકની મદદથી પહોંચ્યા મતદાન મથકે

સુરેન્દ્રનગરના મનસુખભાઈ દલોલિયાએ મતદાન મથકે સ્ટીકના ટેકે પહોંચી મતદાનની પવિત્ર ફરજ પરિપૂર્ણ કરી હતી અંકુર વિદ્યાલય ખાતે આવેલા યુવા મતદાન મથકે મનસુખભાઈએ સજોડે મતદાન કર્યું હતું અને અન્ય નાગરિકોને મતદાન કરવા પ્રેરકબળ પુરૂં પાડ્યું હતું પેરેલિસિસનો એટેક આવી જતા પગ અને હાથમાં અસર રહી ગઈ પગમાં વધુ અસર હોવાથી ચાલવામાં ભારે તકલીફ પડી રહી છે પરંતુ મતદાન કરવાની દ્રઢતા તો એવી છે કે “હું મારો મત અવશ્ય આપીશ" પગમાં ચપ્પલ પહેરી શકતા ન હોવા છતાં તડકામાં ખુલ્લા પગે સ્ટીકની મદદથી મનસુખભાઈ તેમના પત્ની સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચી ગયા હતા ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ચાલવામાં કે રોજીંદા કામોમાં શારીરિક ક્ષતિના લીધે તકલીફ વેઠતા વરિષ્ઠ મતદારો જયારે લોકશાહીમાં ફરજની વાત આવે ત્યારે જોમ અને જુસ્સા સાથે મતદાન કરવા ઉમટી પડતા હોય છે સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાન સમયે આવા અનેક દ્રશ્યો જોવા મળ્યાં હતાં અનેક વડીલ મતદારો મતદાન માટે વ્હીલચેર અને લાકડીના ટેકે આવીને, યુવાઓને પણ શરમાવે તે રીતે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણા પુરી પાડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.