મહેસાણામાં શ્રીહનુમાન ચાલીસા કથાના ત્રીજો દિવસે હરિપ્રકાશદાસ સ્વામીએ સમજાવ્યું કે, વ્યક્તિને સાચું સુખ કેવી રીતે મેળવી શકે?
મહેસાણાના વિજાપુરમાં સાંકાપુરા ખાતે વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીની શ્રીહનુમાન ચાલીસા કથાનું રસપાન કરાવી રહ્યા છે આજે કથાના ત્રીજા દિવસે હરિપ્રકાશદાસ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આદે જે બાદ હરિપ્રકાશદાસ સ્વામીએ વ્યાસપીઠ પરથી હાજર ભક્તોને હનુમાન ચાલીસા કથાનું શ્રવણ કરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં શ્રીહરિપ્રકાશદાસ સ્વામીએ સમજાવ્યું હતું કે, જીવનમાં સાચું સુખ કેવી રીતે મળે છે "ભગવાનની નજીક જવાથી સુખ મળે છે"હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે, "આ દુનિયામાં ભગવાનથી સુખ મળે, ભગવાનમાં સુખ મળે, ભગવાન વતી સુખ મળે અને ભગવાન દ્વારા સુખ મળે છે અને ભગવાનની નજીક જવાથી સુખ મળે છે. સુરપુર, નરપુર, નાગપુર વો તીનમેં સુખ નાહી, કાં હરિચરણમેં કાંતો સતસંગમાં સુખ મીલતા હૈ."
"જો અંદરથી આનંદિત થવું છે તો ભગવાનમાં લીન થઈ જાવ"
હરિપ્રકાશદાસ સ્વામીએ વધુમાં કહ્યું કે, "જેણે જેણે ભજન કર્યું છે. જેણે નામ લીધું તેનું નામ થયું. જેને રામનું કામ કર્યું તેનું પણ કામ થયું. તમને વિનંતી કરું છું. જો અંદરથી આનંદિત થવું છે તો ભગવાનમાં લીન થઈ જાવ. મોટા મોટા સંત ભગવાનની નજીક છે તે ભગવાનનું કામ કરે છે. આ દુનિયામાં અબજો ભગવાનના ભગત થયા. એમાં વિશ્વાસપૂર્વક કહી શકું તો તેમાં સૌથી મોટું નામ હનુમાન છે તે ભગવાનની એકદમ નજીક છે. આ તો હનુમાનજીએ છાતી ચીરી અને એમાં રામસીતા દેખાયા કદાચ કોઈ રામની છાતીમાં જોવેને તો એમાં મારો હનુમાન દેખાય "સતસંગ પરમાત્માની કૃપાથી મળે છે"હરિપ્રકાશદાસ સ્વામીએ વધુમાં કહ્યું છે કે, "દરેક વ્યક્તિને જેની જરૂર પડે છે તેનું નામ હનુમાન છે. હનુમાનજીના નામ કેવા ભીડભંજન, કષ્ટભંજન, સંકટમોચન કાશી, ભયભંજન, દુખભંજન આવા જ બધા નામ આજે આપણે ભાગ્યશાળી છીએ કે, અગિયારશ અને શનિવાર એક દિવસે જ છે. સતસંગનું ફળ શું છે? પરમાત્માની કૃપાનું ફળ સતસંગ છે. તે સાધનોથી મળતું નથી. તપ વ્રત અને જપથી મળે છે. સતસંગ પરમાત્માની કૃપાથી મળે છે તુલસીદાસ લખે છે કે, સતસંગ વગર વિવેક આવતું નથી. અને રામની કૃપા વગર સતસંગ મળતું નથી સાંકાપુરા ખાતે 2જી મેથી રાતે 8થી 11 કલાક સુધી હનુમાન ચરિત્ર કથા યોજાઈ રહી છે જેના આયોજક ધર્મેન્દ્રભાઈ તેમજ તેજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ પરિવાર છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.