અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ટેલિકોમ ઓપરેટર્સ સાથે બેઠક યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ટેલિકોમ ઓપરેટર્સ સાથે બેઠક યોજાઈ
અમરેલી તા. ૦૫ મે, ૨૦૨૪ (રવિવાર) લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ના રોજ અમરેલી લોકસભા મતવિસ્તારમાં મતદાન પ્રક્રિયા યોજાશે. આદર્શ આચાર સંહિતા અમલી છે. અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાન પૂર્વે ટેલિકોમ ઓપરેટર્સ સાથે બેઠક યોજવામાં આવી હતી.
અમરેલી કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ, ટેલિકોમ કંપનીના પ્રતિનિધિશ્રીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓ
અને અનુસરવાના નિયમો અંગેની વિગતો આપી હતી. અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધીશ્રીઓને ચૂંટણીપંચના નિયમો અને માર્ગદર્શિકાઓ તેમજ નિયત પત્રકો સહિતની બાબતો વિશે જણાવ્યુ હતું. આગોતરી મંજૂરી મેળવવાની હોય તે બાબત માટે જરુરી માર્ગદર્શિકાઓની નકલ પણ ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધીશ્રીઓને આપવામાં આવી હતી.
બેઠકમાં એમ.સી.એમ.સી. સમિતિના સભ્ય સચિવશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી, ચૂંટણી શાખા મામલતદારશ્રી, ચૂંટણી શાખા અને જિલ્લા ચૂંટણી તંત્રના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.