તલોદમાં ઓવરબ્રિજની કામગીરી વચ્ચે ડાયવર્ઝન માર્ગ રજૂઆત ગ્રામજનો દ્વારા બંધ કરી દેવાતા એસ.ટી. બસો ખોટકાઈ
તલોદ એસ.ટી કંટ્રોલ પોઈન્ટ ઉપર પહોચવા માટે એક માત્ર મહિયલ એપ્રોચ રોડ હતો જે પણ બંધ કરી દેવામાં આવતા એસ.ટી બસના ચાલકો,મુસાફરો હેરાન થઈ ગયા છે. ત્યારે પ્રાંતિજ તરફથી આવતા બસોને વાવડી, રૂપાલ,તલોદ ગામ થઈ ફરીને આવવા માટે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ ઘણું અંતર અને સમયની દ્રષ્ટિએ પહોચી શકવુ અશક્ય હોઈ એસ.ટી બસના ચાલકો-મુસાફરો માટે આ સમસ્યા માથાનો દુખાવો બની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.