ગણતરીની કલાકોમાં જ રીક્ષામાં ભુલી ગયેલ રોકડ રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ) પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
ગણતરીની કલાકોમાં જ રીક્ષામાં ભુલી ગયેલ રોકડ રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ) પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
તા.૨૮/૦૪/૨૦૨૪ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે તા.૨૮/૦૪/૨૦૨૪ ના સવારના ક.૦૯/૦૦ થી ક.૦૯/૩૦ વાગ્યાના અરસામાં અરજદાર હરિદર્શન, ગઢડા રોડથી રીક્ષામાં બેસી રતનજ્યોત હોટલ, ગઢડા રોડ ખાતે ઉતરતા પોતાની સાથે રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- ભરેલી કાપડની થેલી રીક્ષામાં ભુલી ગયેલ, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનો રજી નં. GJ-07-VV-3848 મેળવી ટેકનિકલ એનાલિસિસથી રીક્ષા ચાલકની ગણતરીની કલાકોમાં જ શોધ કરી અરજદારને કાપડની થેલીમાં રહેલ રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ) પરત અપાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.