હિંમતનગરના રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમયાગ યોજાયો - At This Time

હિંમતનગરના રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમયાગ યોજાયો


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ખાતે યોજાયેલા અગ્નિષ્ટોમ મહાસોમયાગના ત્રીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. અગ્નિહોત્ર આશ્રમ ખાતે ૯૦ વર્ષથી નિત્ય નિરંતર ચાલતા અગ્નિષ્ટોમના ૯૧મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાયગઢ ખાતે દાદા ચુનીલાલજી અગ્નિહોત્રી દ્વારા પ્રારંભાયેલ અગ્નિષ્ટોમની પરંપરાને ઋષિરાજ અગ્નિહોત્રી, યોગેન્દ્ર અગ્નિહોત્રી અને પુત્ર અગ્નેય અગ્નિહોત્રીએ એક મહાયજ્ઞને જીવંત રાખ્યો છે. આ યજ્ઞ આ યુગમાં અશ્વમેધ યજ્ઞ સમાન પવિત્ર છે. આ પ્રસંગે હાલોલ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રોફેસર ડો. કાળુભાઈ ડાંગરે પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર જાણકારી આપી હતી. જયારે યોગેન્દ્ર અગ્નિહોત્રી દ્વારા યજ્ઞ પરંપરાના મહત્વ અંગે જાણકારી અપાઈ હતી. આ પ્રસંગે કલેકટર નૈમેષ દવે, ડીડીઓ હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, ડો. પાર્થિવ મહેતા, ડો. ભરત દવે, ડો. ભાસ્કર ભટ્ટ, ડો. વાસુદેવ પાઠક તેમજ અગ્નિહોત્રી પરિવારના સભ્યો, યજ્ઞમાં સંમલિત ઉપાસકો તેમજ મોટીસંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.