મેપ્સમાં આપણી મૂવમેન્ટની વિગતો પર હવે વધુ અંકુશ - At This Time

મેપ્સમાં આપણી મૂવમેન્ટની વિગતો પર હવે વધુ અંકુશ


આપણા સાધનને મેપ પર શોધવાની વાત આજે ઉખળી છે, તો મેપમાં આપણા પોતાના લોકેશન વિશે પણ થોડું જાણી લઈએ.

તમે ગૂગલ મેપ્સનો તો ઉપયોગ કરતા હશો પરંતુ ક્યારેય તેના સેટિંગ્સમાં ‘ટાઇમલાઇન’ ફીચર તપાસ્યું છે? જો તપાસ્યું હશે તો તમને  હળવો આંચકો લાગ્યો હશે. ગૂગલ મેપ્સ આપણે જે કોઈ રૂટ પર મુસાફરી કરી હોય તેનો ઝીણવટભર્યો રેકોર્ડ જાળવી રાખે છે. ફક્ત આપણે ગૂગલ મેપ્સમાં લોકેશન હિસ્ટ્રી ઓન રાખીને ગૂગલ એકાઉન્ટથી લોગઇન હોઇએ તો આવું શક્ય બને છે (જોકે બાય ડિફોલ્ટ લોકેશન હિસ્ટ્રી ઓફ હોય છે પરંતુ મોટા ભાગના યૂઝરની જેમ તમે તેને ક્યારેક ને ક્યારેક ઓન કરી દીધી હશે).  આ કારણે ગૂગલ આપણી તમામ મૂવમેન્ટની હિસ્ટ્રી ક્લાઉડમાં જાળવી રાખે છે. અલબત્ત કંપની કહે છે કે તે આપણો ડેટા એનક્રિપ્ટેડ હોય છે અને આપણા સિવાય અન્ય કોઈ જોઈ શકતું નથી.

હવે ગૂગલ આ બાબતે આપણને હજી વધુ કંટ્રોલ આપે છે. મેપ્સ એપ્સ અપડેટ થયા પછી આપણે ઇચ્છીએ તો પોતાની ટાઇમલાઇન ક્લાઉડને બદલે પોતાના જ ડિવાઇસમાં સેવ કરી શકીશું. એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો ટાઇમ લાઇનની તમામ અથવા અમુક ઇન્ફર્મેશન ડીલિટ કરી શકીશું અને લોકેશન હિસ્ટ્રીની ટાઇમલાઇન જાળવવાનુંં સંપૂર્ણપણે બંધ પણ કરી શકીશું.  હજી એક ફેરફાર પણ આવી રહ્યો છે. અગાઉ આપણે મેપ્સમાં એવું સેટિંગ કરી શકતા હતા કે અમુક નિશ્ચિત સમય પછી આપણી લોકેશન હિસ્ટ્રી આપોઆપ ડીલિટ થાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.