જુઓ, IPLમાં 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા ખેલાડીઓ, મુંબઈ અને ચેન્નઈનો છે દબદબો - At This Time

જુઓ, IPLમાં 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા ખેલાડીઓ, મુંબઈ અને ચેન્નઈનો છે દબદબો


ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મેચની છેલ્લી એટલે કે, 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. તે પહેલાથી જ નંબર વન પર હતા, પરંતુ હવે તેમણે મુંબઈ ઈન્ડિયન્સ સામે વધુ 3 સિક્સર ફટકારીને તેમાં વધારો કર્યો છે. અત્યાર સુધીમાં તેમણે છેલ્લી ઓવરમાં 98 વખત બેટિંગ કરી છે, જેમાં તે 64 સિક્સર ફટકારી છે.

મુંબઈ ઈન્ડિયન્સના કોચ કિરોન પોલાર્ડ બીજા સ્થાને છે. અત્યાર સુધી તેણે આ લીગની છેલ્લી ઓવરમાં 33 સિક્સર ફટકારી છે. તેણે છેલ્લી 62 વખત બેટિંગ કરી છે. CSKનો બેટ્સમેન રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે. અત્યાર સુધી તેણે છેલ્લી ઓવરમાં 74 વખત બેટિંગ કરી છે અને આ દરમિયાન તેણે 29 સિક્સર ફટકારવામાં સફળતા મેળવી છે. રોહિત શર્મા અત્યાર સુધી IPLમાં છેલ્લી ઓવર સુધી 28 વખત બેટિંગ કરી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 20મી ઓવરમાં 23 સિક્સર ફટકારી છે. આ સિવાય તેણે IPLની 20મી ઓવરમાં અત્યાર સુધી 20 ચોગ્ગા પણ ફટકાર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image