સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ - At This Time

સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ


હિંમતનગર શહેરમાં રામનવમીના દિવસે જડબેસલાક કિલ્લેબંધી રહેશે. પોલીસ અધિકારીઓ સહિત ૧૮૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ૨ વર્ષ પૂર્વે હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમ્યાન હિંસા ભડકી ઉઠતાં શહેરનું શાંતિમય વાતાવરણ ડહોળાઈ ગયું હતું. પોલીસે ઉચિત પગલાં ભરી કોમી તંગદિલી ઉપર અંકુશ મેળવ્યો પરંતુ પોલીસે ઘણો બધો બોધપાઠ પણ લીધો છે. ફરજ પર મૂકાયેલા પોલીસ કર્મીઓને બોડીવોર્ન કેમેરાથી સજ્જ રાખવામાં આવશે જેથી તોફાનીઓને આસાનીથી ઓળખી શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.