હળવદના રાયધ્રા ગામે ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ:આરોપી ફરાર - At This Time

હળવદના રાયધ્રા ગામે ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ:આરોપી ફરાર


મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમને બાતમી મળેલ કે તાલુકાના રાયધ્રા ગામે આરોપી શૈલેષભાઇ પ્રેમજીભાઇ કોળી ખરાબાની જમીનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે જે મુજબની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા રાયધ્રા ગામે આવેલ આશ્રમની પાછળ ખરાબા વાળી ખુલ્લી જાહેર જગ્યામાંથી પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી ૨૦ લીટર દેશીદારૂ, ૨૦૦ લીટર ગરમ આથો, ગેસ સિલિન્ડર, લોખંડનો ચુલો તથા એક લોખંડનું ટીપણુ સહીત કુલ રૂા.૧૯૫૦/- મુદામાલ ઝડપી લેવામાં આવ્યો હતો જયારે દરોડા દરમિયાન આરોપી શૈલેષભાઇ પ્રેમજીભાઇ કોળી રહે.રાયધ્રા ગામ તા.હળવદ હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.