માંગ: પ્રાંતિજ તાલુકાના રસુલપુરથી મોયદ રોડ ઉપરથી કચરો દૂર કરો, બાવળો હટાવો - At This Time

માંગ: પ્રાંતિજ તાલુકાના રસુલપુરથી મોયદ રોડ ઉપરથી કચરો દૂર કરો, બાવળો હટાવો


પ્રાંતિજ|પ્રાંતિજના રસુલપુરથી મોયદ જતાં રોડ ઉપર કચરાના ઢગલ થી અહીં પસાર થતા વાહનચાલકોને હાલાકી પડતી હોવાની રાવ ઉઠવા પામી છે. આ અંગે વાહન ચાલકે જણાવ્યું હતું કે રસુલપુરથી મોયદ જતાં રોડની સાઈડમાં કચરો નાખતા અડધા રોડ ઉપર ફેલાયો છે. 15 ફૂટનો રોડ કચરાથી ઢંકાઈ ગયો છે. રોડ ની સાઈડમાંથી કચરો દૂર કરવા માગ ઉઠવા પામી છે. રોડની બંને સાઈડમાં ગાંડા બાવળઓના ઝૂંડ રોડ પર પથરાઈ ગયા હોઇ તે દૂર કરવા માંગ ઉઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.