ગારીયાધર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાબહેનોએ મતદાન કરવા અંગેના શપથ લીધા - At This Time

ગારીયાધર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાબહેનોએ મતદાન કરવા અંગેના શપથ લીધા


ભાવનગર : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪

૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં શેરી મીટીંગો કરી મહિલા મતદારોને મહત્તમ મતદાન કરવાં પ્રોત્સાહિત કરાયાં

ગારીયાધર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાબહેનોએ મતદાન કરવા અંગેના શપથ લીધા

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજરોજ ૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન વધારવા માટે લો વોટર ટર્ન આઉટ ધરાવતા બુથ પૈકીના ગામો તેમજ અન્ય ગામોમાં શેરી મીટીંગો કરી મહિલા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં. આ ઉપરાંત ગારીયાધર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાબહેનોને આગામી લોકસભાની ચૂંટણીમા મહત્તમ મતદાન કરવા જરૂરી માર્ગદર્શન આપવાની સાથે લોકશાહીના મહાપર્વમાં સહભાગિતા અદા કરવા મતદાન કરવા અંગે સંકલ્પબધ્ધ થયા હતા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image