અસુવિધા: હિંમતનગર રેલવે સ્ટેશને બાંકડા, બોગી સીસીટીવી કેમેરા, ઇન્ડિકેટરનો અભાવ
દૈનિક 550થી 600 મુસાફરો અવરજવર કરે છે છતાં સુવિધાઓ નથી
હિંમતનગર જંકશનને બ્રોડગેજમાં પરિવર્તિત કરાયા બાદ હાલમાં પ્રતિદિન અસારવાથી આંતરરાજય 6 ટ્રેન નિયમિત અવરજવર કરે છે અને દૈનિક 550થી 600 મુસાફરો હિંમતનગરથી લાભ લે છે પરંતુ મુસાફર જનતાને બે મિનિટ માટે ઉભી રહેતી રેલવેમાં સીટ કે બર્થ શોધવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હાલમાં હિંમતનગર રેલ્વે સ્ટેશન પરથી દૈનિક છ ટ્રેનની અવર-જવર થાય છે અને સાપ્તાહિક ટ્રેનો તેમાં અલગ છે હિંમતનગર રેલ્વેસ્ટેશન પર રોજના સરેરાશ 550થી 600 મુસાફરો હિંમતનગર રેલ્વેસ્ટેશન પરથી અવર જવર થતી હોવાનું રેલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે હિંમતનગર રેલ્વે સ્ટેશનનો બહોળો ઉપયોગ છતાં સીસીટીવી કેમેરા, બેસવાના પર્યાપ્ત બાંકડા, બોગી ઇન્ડીકેટર, ડિસ્પ્લે સહિતની અનેક સુવિધાઓનો અભાવ છે અને રેલ્વે સ્ટેશન પર ટિકિટ બારી જોવા મળી હતી પરંતુ પૂછપરછ માટે ઇન્કવાયરી કાઉન્ટર કે ઇન્કવાયરી વિન્ડો જોવા મળી ન હતી. અમુક ટ્રેન બેજ મિનિટ ઊભી રહેતા રિઝર્વેશન હોવા છતાં મુસાફરને સીટ અને બર્થ શોધવામાં તકલીફ ઊભી થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.