હોટલ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફ્ટવેરમાં રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું
હોટલ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફ્ટવેરમાં રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું
બોટાદ જિલ્લો તેમજ બહારના જિલ્લા અને રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા લોકો હોટલ,ગેસ્ટ હાઉસ,ધર્મશાળામાં વગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ લુંટ/ચોરી/ધાડ/ત્રાસવાદી જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે.જેથી હોટલ,ગેસ્ટ હાઉસ,ધર્મશાળામાં આશરો આપતા માલિકો/મેનેજરો ઉપર કેટલાંક નિયત્રંણો મુકવા,દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના હોટલ,ગેસ્ટ હાઉસ,ધર્મશાળાના તમામ માલિકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં કોઈપણ વ્યક્તિને હોટલ,ગેસ્ટ હાઉસ,ધર્મશાળામાં રહેવા માટે રૂમ અથવા આશરો આપે ત્યારે માલીકે તેવા વ્યક્તિઓનું ID પ્રુફ અને પુરૂં નામ,સરનામું મેળવી તેમના રજીસ્ટરમાં નોંધ કરવાની સાથે સાથે રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેક્ટિવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK(ProgrameFor Analysis Of Traveller & Hotel Informatiks)ઈન્સ્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી આ PATHIK સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે જેથી પોલીસને જરૂર પડે તપાસમાં મદદરૂપ થઈ શકે.જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે.આ જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૨૪થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.