જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી................. - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી……………..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.................
વિશ્વ જળ દિવસની ઉજવણી પ્રસંગે જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા ખેડ તસિયા રોડ પર આવેલી જનકપુરી સોસાયટી પાસે ક્રિષ્ના ઓટો ગેરેજ માં પાણીની પરબ તૈયાર કરી. જેમાં લોખંડનું સ્ટેન્ડ મૂકીને એક મોટો કુંજો મુકવામાં આવ્યો તેમજ રિવરફ્રન્ટ પાસે બધી બહેનોએ સાથે મળી વિશ્વ જળ દિવસ નિમિત્તે પાણી બચાવવાના પોસ્ટર સાથે પ્રતિજ્ઞા લીધી. આ પ્રસંગે પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, ઉપપ્રમુખ રાજેશ્રીબા રહેવર, કામિનીબેન સુતરીયા, સહમંત્રી દીનાબેન ભટ્ટ, ખજાનચી રીધ્ધીબેન આચાર્ય તથા મોટી સંખ્યામાં કારોબારી સભ્યો અને અન્ય બહેનો હાજર રહી. આજના કાર્યક્રમમાં હંસાબેન પિત્રોડા તથા મમતાબેન દીવાન એ પાણી બચાવવાની ખૂબ જ ઉપયોગી માહિતી આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.