રંગ જેનો કદી હોતો નથી રંજ - At This Time

રંગ જેનો કદી હોતો નથી રંજ


રંગ જેનો કદી હોતો નથી રંજ

આભલે તારલા નો રંગ
જેની ઝીણી ઝીણી ચમકાત પ્રસરે ભૂમિ સંગ

ચંદ્ર નો રંગ જેણે લીધો રવિ પાસેથી ઉછી નો રંગ

હવા તે એવી ફૂદક્તી નાર અભિમાને કોય ન સજ્યો રંગ

ભૂમિ ને આભ ને સંગ મળવાનો તે એવો લીલો રંગ

કસુંબલ ઘાર ની હારે ઉઠ્યો વીરતા નો રંગ
અઢળક હુમલાઓના રંગ જોઈ ભારતીયો બન્યા ભક્તિ શક્તિ ના રંગ

ધ્રુવ તણા ભક્તિ ના સંગીત ના રંગ
હોલિકા નો ઉભર્યો સુવર્ણ રંગ

રામ ,લક્ષ્મણ સીતા જી સંગે ચાલ્યો કેસરિયો રંગ

કૃષ્ણ ની લીલાએ ગોપીઓ ને આપ્યો સફેદ, પીળો ,ગુલાબી , આસમાની રંગ

ચક્ર ચઢ્યું આંગડીએ અને નીરખ્યો કાળો , લાલ રંગ

હૈયે આજે ઉમંગ છે કે આવ્યો હોળી નો રંગ આવ્યો હોળી નો રંગ. "અનેરી "


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.