ચૂંટણી ચેકીંગ : સપ્તાહમાં 1165 વાહન ચાલકો સામે કેસ-6.83 લાખનો દંડ : 8 ડમ્પર ડીટેઇન - At This Time

ચૂંટણી ચેકીંગ : સપ્તાહમાં 1165 વાહન ચાલકો સામે કેસ-6.83 લાખનો દંડ : 8 ડમ્પર ડીટેઇન


શહેરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે માહોલ જામી રહ્યો છે ત્યારે ઠેર ઠેર પોલીસની છવાણીઓ છે. હવે નિયમિત ચૂંટણી સુધી નક્કી કરેલા પોઇન્ટ પર પોલીસનું ચેકીંગ રહેશે. ગઈકાલે સોરઠીયાવાડી સર્કલ, બેડી ચોકડી, માર્કેટિંગ યાર્ડ, પરાપીપળીયા, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી વગેરે સ્થળે પોલીસનું ચેકીંગ હતું. જેમાં કાર ચાલકો, બાઈક ચાલકોને અટકાવી તેમના કાગળો ચકાસવામાં આવતા હતા. કારના કાચમાં બ્લેક ફિલ્મ હોય તો તે કાઢી દંડ ફટકારવામાં આવતો હતો. આ ઉપરાંત ગેરકાયદે દોડતા ખનન ચોરી કરતા 8 જેટલા ડમ્પર ડિટેઇન કરાયા હતા. આ સિવાય બે ટ્રેકટર પણ ડિટેઇન કરાયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગઈકાલે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી તથા એડિશનલ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ દ્વારા પીઆઈ એ. બી. જાડેજાએ આજી ડેમ તથા માઈન્સ સુપરવાઈઝર હિતેશ સોલંકીને સાથે રાખી રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસેથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલા 8 ડમ્પર પકડી માઈન્સ સુપરવાઈઝર હિતેશ સોલંકી તથા તેની ટીમને કાયદેસર કાર્યવાહી કરવા સોંપ્યા હતા.
આ પ્રકારની ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. તેમ ટ્રાફિક એસીપી જે. બી. ગઢવીએ જણાવ્યું હતું. આ ઉપરાંત લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અન્વયે શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની રાહબરી હેઠળ રાજકોટ શહેર ટ્રાફિક શાખા તરફથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં ભારેવાહનો વિરૂધ્ધ સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં રાજકોટ શહેર ટ્રાફિક શાખાના મદદનીશ પોલીસ કમિશ્નર જે.બી.ગઢવીના સુપરવિઝન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર બી. પી. રજયા તથા પીઆઈ એમ.જી.વસાવા દ્વારા પીએસઆઈની અલગ-અલગ ટીમ બનાવી રાજકોટ શહેરમાં એન્ટ્રી થતા અલગ અલગ નવ પોઈન્ટો પર સઘન અને અસરકારક વાહન ચેકીંગ કરવામાં આવેલ જે વાહન ચેકીંગ દરમ્યાન ફ્રેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ, ઓવરસ્પીડ, ઓવરલોડીંગ વાહનો તથા શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ તેમજ આચારસંહિતા અનુસંધાને રાજકીય પાર્ટીની જાહેરાતો દૂર કરાવેલ. આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમ્યાન 1165 કેસ કરાયા અને 6.83 લાખનો દંડ કરાયો હતો. જેમાં ઇ ચલણના 389 કેસ કરી 3.31 લાખનો દંડ કરેલ. 743 કેસમાં રૂ.3.27નો હાજર દંડ લેવાયો હતો. પાંચ ભારે વાહન સહિત 10 વાહન ડિટેઇન કરાયા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.