આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણીની રૂપે બોટાદ જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગ મહિલા પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશન ના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ભાંભણ પ્રાથમિક શાળામાં બાળકો ને કાયદાકીય માહિતી આપવામાં આવેલ
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરી સાહેબ,એસ પી સાહેબ કિશોર બલોલીયા સાહેબ,દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ના પી.આઈ. શ્રી પી. આર. મેટાલિયા સાહેબ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ના પી આઈ વી એલ સાકરીયા સાહેબ ના માર્ગદર્શન મુજબ ભાંભણ પ્રાથમિક શાળા મા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થી ઓ ને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને કિશોરીઓ ને હાઇજીન વિષે માહિતી આપવામાં આવેલ ત્યાર બાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર રિંકબેન મકવાણા દ્વારા ગુડ ટચ બેડ ટચ ઉપરાંત લગ્ન ની ઉંમર અને પોસ્કો એક્ટ અંગે સમજ કરવામાં આવેલ મહિલા પોલીસ સ્ટેશન ના કર્મચારી સુરપાલભાઈ ગોહિલ દ્વારા બાળકો ને વિવિધ હેલ્પલાઇન 100,112,1930,1098 તેમજ સાયબર સેફટી વિષે માહિતી આપવામાં આવેલ 181 ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન દ્વારા 181 મદદ તેમજ એપ્લિકેશન વિષે માહિતી આપવામાં આવેલ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ નયનાબેન ડાભી દ્વારા શી ટીમ તેમજ રૂરલ પોલીસ સ્ટેશન ની કામગિરી વિષે માર્ગદર્શન આપેલ સખી વનસ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારું દ્વારા સખી વનસ્ટોપ સેન્ટર મા અપાતી આશ્રય સબંધિત તેમજ કાયદાકીય માહિતી આપેલ વુમન એમ્પવાર મેન્ટ હબ ના સોલંકી મહેશભાઈ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શાળા નો આભાર વ્યક્ત કરેલ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શાળા ના આચાર્ય શ્રી શૈલેષભાઈ કણજરીયા તેમજ તમામ શિક્ષક ગણ ઉપસ્થિતિ રહેલ કાર્યક્રમ મા 232 વિદ્યાર્થી ઓ એ ઉત્સાહ ભેર કાર્યક્રમ નિહાળેલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.