નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા મોડાસા ખાતે જાગૃતિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અરવલ્લી દ્વારા વિવિધ વિભાગો/સંસ્થાઓ/સ્કૂલો સાથે સંકલન કરી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ, વ્યાખ્યાન, રેલી અને તાલીમનું આયોજન કરે છે. જેમાં આજ રોજ તા.૦૪/૦૩/૨૦૨૪ નારોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને બાળ સુરક્ષા એકમ મોડાસાના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મહાલક્ષ્મી ટાઉન, હોલ મોડાસા ખાતે જાગૃતિ તાલીમ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. જેમાં જુદા જુદા વિભાગના તજજ્ઞો દ્વારા, વ્યાખ્યાન, PPT જેવા માધ્યમોથી નશાકારક પદાર્થોનું સેવન કરવાથી રોકવા માટેની અપીલ કરવામાં આવી. આ તાલીમ કાર્યક્રમ પોલીસ વિભાગના કોન્સ્ટેબલ/ASI અને આરોગ્ય વિભાગમાંથી આશાવર્કરો/ANM/MPHW બહેનો તથા મોડાસા MSW કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, તાલીમાર્થીઓ તરીકે જોડાયા હતા તથા આ કાર્યક્રમમાં શ્રી નિરવભાઈ શેઠ, પ્રમુખશ્રી નગરપાલીકા, મોડાસા. શ્રી રમેશભાઈ કે. પટેલ, પ્રમુખશ્રી, બાળ કલ્યાણ સમિતિ, અરવલ્લી. શ્રી કે.જે.ચૌધરી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અરવલ્લી. શ્રી સિદ્દિકી સાહેબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અરવલ્લી. શ્રી નૈનેશભાઈ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, અરવલ્લી. શ્રી શૈલેશભાઈ પટેલ, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, અરવલ્લી. શ્રી કપીલકુમાર વી.પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અરવલ્લી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, ડૉ.દિલીપસિંહ વી.બિહોલા, ડૉ.બિંટલબેન પટેલ, મનોચિકિત્સક, કોટેજ હોસ્પિટલ, ભિલોડા, અરવલ્લી. શ્રી ચિંતનભાઈ પ્રજાપતિ, સબ ઇસ્પેકટર, નશાબંધી અને આબકારી વિભાગ, અરવલ્લીના CWC અરવલ્લીના સભ્યોશ્રીઓ તેમજ પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ હાજર રહેલ તથા તાલીમાર્થીઓને સાથે રાખી વ્યસનમુક્તિ માટે શપથ લેવામાં આવ્યા. કાર્યક્રમના અંતે ભોજન લઇ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના અને સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીગણ સહભાગી થયેલ.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.