બાપુપુરાની સીમના મકાનમાંથી મોબાઇલ રોકડ સહિત સવા લાખ મુદ્દામાલની ચોરી - At This Time

બાપુપુરાની સીમના મકાનમાંથી મોબાઇલ રોકડ સહિત સવા લાખ મુદ્દામાલની ચોરી


માણસા : માણસા તાલુકાના બાપુપુરા ગામની સીમમાં

આવેલા ઘરના દરવાજાનો નકુચો તોડી મોબાઈલ ફોન રોકડ અને મકાનની બહાર મુકેલી એકટીવા મળી સવા લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે ખેડૂતે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના બાપુપુરા ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ચૌધરી મનોજકુમાર અમૃતભાઈ નું ખેતર ગામની સીમમાં આવેલું છે અને અહીં ખેતરમાં તેમણે મકાન બનાવેલુ છે જ્યાં ખેડૂત અવારનવાર રાત્રે રોકાણ પણ કરતા હોય છે જેમાં ગઈકાલે સાંજે મનોજકુમાર તેમનું એકટીવા લઇ સીમમાં આવેલ ખેતરમાં કામકાજ માટે ગયા હતા અને રાત્રે અહીં મકાનમાં રોકાઈ ગયા હતા અને તેઓ રાત્રિના એક વાગ્યા સુધી જાગતા હતા ત્યારબાદ ઘરના દરવાજા બંધ કરી તેમનો આઈફોન ઓશીકા નીચે મૂકી સુઈ ગયા હતા ત્યારબાદ કોઈપણ સમયે અહીં અજાણ્યા ચોર ઈસમ આવ્યા હતા અને દરવાજા નો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી મનોજભાઈનો ઓશીકા નીચે મુકેલ ૭૫ હજાર ઋપિયાની કિંમતનો મોબાઇલ ફોન તેમજ ૨૦,૫૦૦ ઋપિયા રોકડા અને મકાનની બહાર મુકેલ ૩૦,૦૦૦ ઋપિયાની કિંમતના એકટીવાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા તો જ્યારે ખેડૂતે સવારે ઊઠીને તેમનો મોબાઇલ તેમજ એકટીવા નજરે ન પડતા અને મકાનના દરવાજાનો નકુચો તૂટેલો જોતા ચોરી થઈ હોવાનું જણાતા સીમમાં શોધખોળ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.