બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારોની સુવિધાઓ માટે મુકાયા રેમ્પ
બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારોની સુવિધાઓ માટે મુકાયા રેમ્પ
સ્ટ્રેચર મારફતે દર્દીઓને હોસ્પિટલ અંદર લઈ જવું હવે સરળ બન્યું
બોટાદના નાગરિકોની સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્ર નિરંતર પ્રતિબદ્ધ છે.જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની પ્રેરણા અને માર્ગદર્શનથી બોટાદ જિલ્લાવાસીઓની સુખાકારી વધારતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.ત્યારે બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધામાં વધારો કરતા રેમ્પ મુકવામાં આવ્યા છે.બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલા દર્દીઓ હવે તેમના પરિવારજનો માટે બોજરૂપ નહીં રહે.કારણ કે હવે તેમને સારવાર લેવા માટે પગથીયા ચઢીને નહીં જવું પડે.હોસ્પિટલમાં અંદર કે બીજા માળ સુધી સારવાર લેવા જવા માટે અગાઉ દર્દીઓ અને તેમના પરિવારજનોએ દાદરા ચઢીને જવું પડતું હતું,પરંતુ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ બહાર રેમ્પ મુકવામાં આવ્યા છે,જેથી દર્દીઓને સ્ટ્રેચર કે વ્હીલ ચેર મારફતે હોસ્પિટલમાં અંદર લઈ જવામાં સરળતા રહે છે,દર્દીઓ અને તેમના પરિવારોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને,જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં આ પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ અનુકરણીય દાખલો સ્થાપિત કરી રહી છે.જે કરુણા અને સેવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.