વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા કંબોડિયામાં વિશેષ કાર્યક્રમનું આયોજન
તારીખ ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા કંબોડિયામાં વિશેષ કાર્યક્રમનું આયોજન શાળાના ભાષા શિક્ષકા ચૌધરી હેતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. "આન,બાન,શાન સાથે થશે માતૃભાષા દિનની ઉજવણી"એ થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. અભિનય ગીત, નાટક, પુસ્તક પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષક શ્રી મયંકભાઇ ચૌધરીએ બાળકોને માતૃભાષા દિન વિશે સરળ ભાષામાં સમજાવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ 'ભાષા મારી ગુજરાતી છે.'અભિનય ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ માતૃભાષાનું મહત્વ દર્શાવવાતુ નાટક રજૂ કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી જ્યોત્સનાબેન રાવળે બાળકોને માતૃભાષાનાં મહત્વ અંગે અને જુદી જુદી બોલીઓ વિશે સમજ આપી હતી અને સ્વરચિત કાવ્યનુ પઠન પણ કર્યું હતું. શાળાના શિક્ષક છત્રસિંહ ભાઈ વસાવાએ બાળકોને માતૃભાષા દિનના ઈતિહાસ અંગે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ જુદાં જુદાં પુસ્તકો નિહાળ્યાં હતા અને પુસ્તકોનું વાંચન પણ કર્યું હતું. બાળકોને વિવિધ પુસ્તકો અંગે માહિતી પણ આપવામાં આવી હતી જેથી બાળકો માતૃભાષા પ્રત્યે ગૌરવ અનુભવે અને પુસ્તકો તરફ વળે. સાંજે ગુજરાત રાજ્ય ગીત 'જય જય ગરવી ગુજરાતની' ગાઈ છુટા પડ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.