ઇન્ડિયન ટિમ સાથે શુભેચ્છા મુલાકાત લેતા વહીલચેર ક્રિકેટ ટિમ ના ખેલાડી ભીમભાઇ ખૂટી
ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે તેમાની ત્રીજી ટેસ્ટ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ટેસ્ટમાં ભારતે 434 રનથી એક વિશાળ જીત હાસિલ કરીને સિરીઝમાં 2-1 થી બળત બનાવી લીધી છે જ્યારે આ ટેસ્ટ જીતવાની ખુશીમાં આપણા ગુજરાતનું ગૌરવ અને ઇન્ડિયા ની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી અને ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખુટી ગઈ કાલે હોટેલ સયાજી ખાતે ભારતની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભીમા સાથે વાત થઈ હતી ત્યારે ભીમા એ જણાવ્યું હતું કે અત્યારે ભારતની ટીમ એવું પરફોર્મ કરી રહી છે કે તે જોઈને લાગી રહ્યું છે કે વિશ્વની કોઈપણ ટીમને હરાવી શકે છે. અને બીજું કે હું રોહિતભાઈ ને ક્યારે મળ્યો ન હતો એટલે રોહિતભાઈ ને મળીને હું પણ ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું સાથે પૂરી ટીમ ઇન્ડિયા ને મળવાનું થયું હતું એટલે આ ક્ષણ મારા માટે પણ એક જિંદગીની યાદગાર ક્ષણો માની એક બની ગઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.