રામપરામાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત વી. એમ. સાકરીયા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને અપાયું માર્ગદર્શન - At This Time

રામપરામાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત વી. એમ. સાકરીયા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને અપાયું માર્ગદર્શન


જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીનીઓને કાયદાકીય માહિતી અપાઈ

‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત બરવાળાના રામપરા ગામે વી. એમ. સાકરીયા મહિલા કોલેજ ખાતે જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરી, દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે અને મહિલા પોલીસ સ્ટેશન અધિકારી મેટાલિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાઉન્સેલર રિંકલબેન મકવાણાએ સંકટ સખી એપ્લિકેશન અને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી તેમજ પોલીસ ફરિયાદ કોર્ટ કાર્યવાહી તેમજ અન્ય વિભાગો સાથે સંકલન કરી પોલીસ સ્ટેશનની સફલ્યા ગાથા વિશે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી તેમજ 181ના કાઉન્સેલર ખુશ્બૂબેન પટેલે 181 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પદ્ધતિ અને તેના ઉપયોગ વિશે જણાવ્યું હતું આ ઉપરાંત શી ટીમના કર્મચારી ગોહિલ સુરપાલસિંહે શી ટીમની કામગીરી, મહિલા પોલીસ સ્ટેશન પેટ્રોલિંગ તેમજ 1930, 100, 112 જેવી વિવિધ હેલ્પલાઇન નંબર અને સાયબર સેફટી વિશે માહિતી આપી હતી ફિલ્ડ ઓફિસર હરેશભાઇ સોલંકીએ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ વહાલી દીકરી, વિધવા પેંશન, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન યોજના વિશે માહિતી આપી હતી કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ પારૂલબેન, અન્ય સ્ટાફ ગણ, રામપરાના સરપંચ નાથુભાઈ, તલાટી મંત્રી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી બેહનો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.