આવ્યો અવસર લોકશાહીનો: પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન - At This Time

આવ્યો અવસર લોકશાહીનો: પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન


મોરવા હડફ તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં ચિત્ર,વકૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ મતદાર રેલી થકી મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. જિલ્લામાં મતદાર યાદીમાં વધુમાં વધુ નામ નોંધણી થાય તથા આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અન્વયે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલના નેજા હેઠળ મોરવા હડફ તાલુકાની આઈ.એચ.શેઠ હાઇસ્કુલ મોરા,ગાયત્રી હાઇસ્કુલ રજાયતા,સરસ્વતી માધ્યમિક શાળા ભંડોઈ,દિવ્ય જ્યોત વિદ્યાલય સહિત તાલુકાની વિવિધ શાળાઓમાં ચિત્ર,વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.મતદાર જાગૃતિના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ સુંદર ચિત્રો દોરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સાથે વિદ્યાર્થીઓએ મતદાર રેલી કાઢી મતદાન માટે જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.