બોટાદ જિલ્લાની જનડા પ્રાથમિક શાળામાં દ્રાક્ષોત્સવની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદ જિલ્લાની જનડા પ્રાથમિક શાળામાં દ્રાક્ષોત્સવની ઉજવણી કરવામાં આવી


બોટાદ જિલ્લાની જનડા પ્રાથમિક શાળામાં દ્રાક્ષોત્સવની ઉજવણી કરવામાં આવી

બોટાદ જિલ્લાના જનડા ગામે આવેલ જનડા પ્રાથમિક શાળાના આચાર્ય ગાબુ મનુભાઈ તથા સમગ્ર શિક્ષકો દ્વારા શાળામાં પ્રથમ દ્રાક્ષોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને દ્રાક્ષ ખાવાથી સાથે દ્વાક્ષ ખાવાથી આપણા શરીરને શું શું મળે છે? દ્રાક્ષ ખાવાથી થતા ફાયદા/ગેરફાયાઓ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું.જેમ કે દ્રાક્ષમાં વિટામીન C વિટામિન K અને એન્ટિઓક્સિડેન્ટ આવેલા છે.તેની માહિતી આપવામાં આવી હતી.અને દ્રાક્ષ ખાવાથી આપણને આંખ,ત્વચા,હાડકા,કોલેસ્ટ્રોલ નિયંત્રણ,તેમજ કબજિયાત દૂર કરે છે.જેવા ફાયદાઓ થાય છે.દ્રાક્ષ નિયંત્રણ બાહર ખાવાથી ગેરફાયદા જે થાય છે.વિશે માહિતી આપવામાં આવી હતી જેમકે વજન વધવો,ઝાડા,ઉલટી,તેમજ સગર્ભા સ્ત્રીઓએ વધારે પ્રમાણમાં ખવાય.આમ માત્ર વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ દ્રાક્ષ ખાવાનો આનંદની સાથે અભ્યાસ પણ કરાવવામાં આવ્યો હતો.આમ શાળામાં પ્રથમ દ્રાક્ષોત્સવમાં કુલ દ્રાક્ષનો જથ્થો 80 કિલો ઊંચ ગુણવત્તા વાળી લાવવામાં આવ્યો હતી.આ દ્રાક્ષોત્સવમાં કુલ 310 વિદ્યાર્થીઓએ તેમજ 12 ગુરુજીઓએ લાભ લીધો હતો અને ભરપૂર દ્રાક્ષ ખાવાનો અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો.આમ શાળાની અંદર પ્રથમ દ્રાક્ષોત્સવ સફળ રહ્યો હતો.ત્યારે શાળાના આચાર્ય ગાબુ મનુભાઈએ સમગ્ર ગુરુજીનો આભાર વ્યક્ત કરે છે.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.