બોટાદ ચારણ સમાજ અને કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી - At This Time

બોટાદ ચારણ સમાજ અને કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી


તળાજા ખાતે તળાજા મહુવા આવી સમાજના યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં આગેવાન ગીગાભાઈ ભમ્મરે પોતાના ઉદબોધન દરમિયાન ચારણ ગઢવી સમાજની દીકરીઓ માતાજી અને સમાજ વિરોધમાં ટીપ્પણી કરી હતી જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચારણ ગઢવી સમાજના નારાજગી ફેલાય છે ગઢવી સમાજના આગેવાનો લોક કલાકારો સહિતના ગઢવી સમાજના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ગઢવી સમાજની લાગણી દુભાવનારા વિરુદ્ધ કાયદાકીય લડત શરૂ કરી છે ત્યારે મોટા ચારણ ગઢવી સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું બોટાદ ચારણ ગઢવી સમાજના આગેવાનો અને કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન કચેરીએ પહોંચીને ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે બોટાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ગીગાભાઈ ભમ્મરે ચારણ ગઢવી સમાજની દીકરીઓ સમાજના માતાજી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે તે નીંદનીય છે જેથી સમગ્ર ચારણ ગઢવી સમાજની લાગણી દુભાય છે ત્યારે બોટાદના ચારણ ગઢવી સમાજ તેમજ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ ટીપ્પણીને વકોડી કાઢી હતી અને ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે બોટાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.